રાજપીપળા નજીક જેસલપોર ગામે જમીનના ભાગ માંગવા બાબતે મારામારી, લાકડી વડે હુમલો.
સામસામે 8 ઈસમો સામે ફરિયાદ.
રાજપીપળા,તા. 3
રાજપીપળા નજીક જેસલપોર ગામે જમીનના ભાગ માંગવા બાબતે ઝઘડો કરતા મારામારી પ્રકરણમાં લાકડી વડે હુમલો કરતા બેને ગંભીર ઈજા થવા પામી હતી.આ બાબતે રાજપીપળા પોલીસ મથકે સામસામે 8 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
જેમાં પ્રથમ ફરિયાદમાં ફરિયાદી રાજેશભાઈ પરશોતમભાઈ બારીયા (રહે,જેસલપોર, હનુમાન ફળિયા) એ આરોપી કાંતિભાઈ મથુરભાઈ બારિયા,દિનેશભાઈ મથુરભાઈ બારીયા,મુકેશભાઈ દિનેશભાઈ બારિયા, ધનજીભાઈ કાંતિભાઈ બારીયા તમામ (રહે,જેસલપોર, હનુમાન ફળિયું) સામે ફરિયાદ કરી છે.
પ્રથમ ફરિયાદની વિગત મુજબ ફરિયાદી રાજેશભાઈ તથા સાહેદો પોતાના ઘરના આંગણામાં કપાસનો વેપારી આવેલ હોવાથી કપાસનું વજન કરતા હતા.તે વખતે આરોપીઓ આવી પરષોત્તમભાઈ ને કહેવા લાગેલા કે તમો પપ્પાના ભાગની જમીન કેમ વધારે ખેડો છો, તેમ કહેતા પરષોત્તમભાઈ એ જણાવેલ કે મારા ઉપર કેમ ભાગ માંગો છો પપ્પા જીવે છે તો તેમના ઉપર ભાગ માંગો.તેમ કહેતા આ કામના આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપી કાંતિભાઈ એ ગમે તેમ ગાળો બોલી તેના હાથમાંની લાકડી રાજેશભાઈને જમણા હાથના કાંડાના પાસે એક ઝાપટ મારી ફેક્ચર કરે તેમજ પરષોત્તમભાઈ ને આરોપી દિનેશભાઇએ તેના હાથમાં નાની લાકડી વડે એક ઝાપટ માથાના ભાગે મારી ઈજા કરી હતી.તેમજ ચેતનભાઇ તથા જશીબેન વચ્ચે છોડાવવા પડતા મુકેશભાઈ અને ધનજીભાઈ એ ગમે તેમ ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી હતી.
જ્યારે સામે બીજી ફરિયાદ ફરિયાદ મંગીબેન કાંતિભાઈ મથુરભાઈ બારીયા (રહે,જેસલપોર, હનુમાન ફળિયા )એ આરોપી રાજેશભાઈ પરશોતમભાઈ બારીયા, ચેતનભાઈ પરષોત્તમભાઇ બારીયા, પરસોતમભાઈ મથુરભાઈ બારીયા,જશીબેન પરસોત્તમભાઈ મથુરભાઈ બારીયા તમામ (રહે જેસલપોર હનુમાન ફળિયું ) સામે ફરિયાદ કરી છે.
સામે બીજી ફરિયાદની વિગત મુજબ ફરિયાદી મંગીબેન પોતાના ઘરના આંગણામાં પાણી ભરતા હતા તે વખતે દિનેશભાઈ મથુરભાઈ બારીયા ની સાથે આરોપીઓ બોલાચાલી ઝઘડો કરતા હતા તે વખતે જમીન બાબતે ઝઘડો કરી ગમેતેમ ગાળો બોલી ઝપાઝપી રીત.ફરિયાદી મંગીબેન તથા કાંતિભાઈ વચ્ચે પડી છોડાવવા પડતા લાકડીથી મંગીબેન અને કપાળના ભાગે એક ઝાપટ મારી દઈ જા કરે તથા બીજા આરોપીઓએ ગમેતેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ,રાજપીપળા