દેડીયાપાડામાં 3 ઇંચ, સાગબારા તાલુકામાં 2.5 ઇંચ, તિલકવાડામાં 2 ઇંચ, નાંદોદમાં 1.5 ઇંચ તથા ગરુડેશ્વર તાલુકામાં 1 ઈંચ વરસાદથી નર્મદા જિલ્લો જળબંબાકાર.
આજે ફલડસેલના સત્તાવાર દર બે કલાકના વરસાદના આંકડા પ્રમાણે સવારે 6 થી બપોરે 12 કલાક સુધી 6 કલાકમાં સરેરાશ બે ઇંચ(243 મિલી )વરસાદ ઝીક્યો.
રાજપીપળામાં આખી રાત વરસાદ પડ્યો, સવારથી બપોર 12 વાગ્યા સુધી રાજપીપળામાં સતત અનરાધારા ભારે વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.
સર્વત્ર ખેતીલાયક તારા વરસાદની હેલીથી ધરતી પુત્રો ખુશખુશાલ.
લાંબા સમયથી ખેંચાયેલા વરસાદમાં સારો વરસાદ થતાં ખેતીના પાકને જીવતદાન મળ્યું .
રાજપીપળા, તા. 7
લાંબા સમયના અંતરાલ બાદ આજે સમગ્ર નર્મદા જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ થયા હતા.આજે પાટડી તાલુકામાં સર્વત્રે શ્રી વર્ષા થતાનર્મદા જિલ્લો ઝંડા કાર થઈ ગયો હતો.જેમાં જિલ્લા પુર નિયંત્રણકક્ષ સત્તાવાર મળેલ વરસાદના આંકડા મુજબ આજે વહેલી સવારે થી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો.જેમાં સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી એક સતત એકધારો વરસાદ આજે પાંચ તાલુકામાં પડ્યો હતો.જેમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં જિલ્લામાં માત્ર છ કલાકમાં સરેરાશ બે ઇંચ (243 મિલી) વરસાદ નોંધાયો હતો. જેમાં દેડિયાપાડામાં 3 ઇંચ (71 મીમી), સાગબારા તાલુકામાં 2.5 ઇંચ (62 મીમી), તિલકવાડામાં 2 ઈંચ (44મીમી ), નાંદોદમાં 1.5 ઇંચ (35 મીમી) તથા ગરુડેશ્વર તાલુકામાં 1 ઇંચ (31મીમી) વરસાદથી નર્મદા જિલ્લો જળબંબાકાર થઈ ગયો હતો.
જ્યારે રાજપીપળામાં આખી રાત વરસાદ પડયો હતો સવારથી બપોર 12 વાગ્યા સુધી રાજપીપળામાં સતત અનરાધારા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયા હતા.લાંબા સમય બાદ સર્વત્ર ખેતીલાયક સારા વરસાદની હેલીથી ધરતીપુત્રો ખુશખુશાલ જણાતા હતા.જોકે લાંબા સમયથી ખેંચાયેલ વરસાદમાં સારો વરસાદ થતાં ખેતીના પાકને જીવતદાન મળ્યું હતું.
અત્યાર સુધીમાં નર્મદા માં સૌથી વધુ વરસાદ દેડીયાપાડા તાલુકામાં 536 મીમી અને સૌથી ઓછો વરસાદ ગરુડેશ્વર તાલુકા માં 225 મીમી, જ્યારે નાંદોદ તાલુકામાં 281 મીમી, તિલકવાડા તાલુકામાં 258 મીમી તથા સાગબારા તાલુકામાં 443 મીમી કુલ જિલ્લાના વરસાદ 1743 મીમી નોંધાયો છે.
નર્મદા ડેમની સપાટી 119.35 મીટર,કરજણ ડેમની 99.77 મીટર, નાના કાકડીઆંબા ડેમ 180.80 મીટર, ચોપડાડેમ 182.20 મીટર તથા નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેનુ લેવલ 14.08 મીટર નોંધાયું છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા