આદિવાસીઓ હિંદુ છે કે નહી એ મુદ્દે ચૂંટણી ટાણે ભાજપા અને બીટીપીના નેતા ઓ ફરી એક વાર આમને સામને.
છોટુ વસાવાએ હિંદુ ધર્મની સ્થાપના કોણે કરી તેની સાબિતી માંગી
તો મનસુખ વસાવાએ કહ્યુઆદિવાસીઓ હિંદુ હતા છે અને રહેશે:
દેશના આદિવાસીઓ હિંદુ છે એવુ જો ભાજપ માનતું હોય તો મગજમાંથી કાઢી નાખે: છોટુભાઈ વસાવા
જેને ધર્મનું જ્ઞાન નથી એવા વિધર્મીઓના ઈશારે હિંદુ ધર્મને તોડવાનો પ્રયાસ મનસુખ વસાવા, ભાજપ સાંસદ
રાજપીપળા, તા 31
આદિવાસીઓ હિંદુ છે કે નહી એ મુદ્દે ચૂંટણી ટાણે ભાજપા અને બીટીપીના નેતા ઓ ફરી એક વાર આમને સામને આવી જતા રાજકીય દ્વન્દ્વ શરૂ થયું છે. શરૂઆતથી ભાજપી સાંસદ મનસુખ વસાવા અને બીટીપી નેતા છોટુ વસાવા દરેક ચૂંટણી વખતે કોઈ ના કોઈ મુદ્દે શાબ્દિક બાણ ચલાવતા હોય છે. આ છોટુ ભાઈ વસાવાએ હિંદુ બાણ ચલાવ્યું છે.
છોટુ વસાવાએ હિંદુ ધર્મની સ્થાપના કોણે કરી તેની સાબિતી માંગતા સામે મનસુખ વસાવાએ વળતો જવાબ આપતા જણાવ્યુ છે કે આદિવાસીઓ હિંદુ હતા છે અને રહેશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા BTP-AIMIM ગઠબંધનના નેતા ઝઘડિયાના ધારાસભ્ય એ હિંદુ ધર્મ વિરુધ્ધ વિવાદિત નિવેદન આપતા હિંદુઓસહિત ભાજપી કાર્યકરોમા ભારે રોષ પણ ફેલાયો છે.
છોટુભાઈ વસાવાએ ચુટણીમાં જણાવ્યું હતુ કે ઈકો સેન્સેટિવ ઝોન અને ગામડાના લોકોને બેરોજગરી એ અમારો મુખ્ય મુદ્દો હશે. સરકાર આદિવાસીઓ અને મુસ્લિમોને માણસ ગણતી જ નથી ગણતી, એટલે જ માનવતાના આધારે BTP-AIMIM નું ગઠબંધન થયું છે. જો સરકાર આદિવાસીઓને હિંદુ ગણતા હોય તો અમને શિડ્યુલ 5-6 આપી દેવા જોઈએ. દેશના આદિવાસીઓ હિંદુ છે એવુ જો ભાજપ માનતું હોય તો મગજમાંથી કાઢી નાખે. આદિવાસીઓ હિંદુ છે જ નહીં . ઈતિહાસ જુઓ તો બ્રાહ્મણો પણ હિંદુ નથી. હિંદુ ધર્મની સ્થાપના કોણે અને ક્યારે કરી એ અમને બતાવો.
છોટુભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસે મુસ્લિમ, આદિવાસી અને ઓબીસીના મત છે. એ મત ભેગા કરી અમે ચૂંટણી લડીશું. ભાજપ મુસ્લિમ, આદિવાસી અને ઓબીસીમાં ભાગલા પડાવી રહ્યું છે. AIMIM ના અસદુદ્દીન ઓવૈશીને ગુજરાતમાં આવતા કોઈ રોકી નહિ શકે. આ નરેન્દ્ર મોદીનો દેશ નથી મોદી તો 5 વર્ષ દેશના ફક્ત ટ્રસ્ટી છે.
તો સામે વળતો પ્રહાર કરતા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદીવાસીઓ હિંદુ હતા છે અને રહેશે. આદિવાસીઓ આદી અનાદી કાળથી હિંદુ છે. શબરી માતા આદિવાસી હતા. એમણે હિંદુ દેવ શ્રી રામની ભક્તિ ઉપાસના કરી હતી. હિંદુ ધર્મની સ્થાપનાની તો ઘણી બધી સાબિતી છે. હિંદુ ધર્મ સનાતન છે અને હિન્દુસ્તાન સાથે જોડાયેલો આ ધર્મ છે. આદિવાસીઓ દેવમોગરા માતાની અને અંબા માતાની પણ ઉપાસના કરે છે. શામળાજી મહારાજનો પણ આદિવાસીઓ સાથે જોડાયેલો વર્ષો જૂનો ઈતિહાસ છે.કેટલાક વિધર્મીઓના ઈશારે હિંદુ ધર્મને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેમને ધર્મનું બિલકુલ જ્ઞાન નથી એ લોકો જ આવી બધી વાતો કરતા હોય છે.
આગામી સ્થાનિક ચૂંટણી ટાણે કેટલાક રાજકીય લોકો ધર્મ નો મુદ્દો ઉઠાવી રાજકીય લાભ ખાટવા નો પ્રયાસ કરે છે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સ્થાનિક મુદ્દે લડાતિ હોય છે એટલે પ્રજા પણ વિકાસનામ પર યોગ્ય ઉમેદવારને વોટ આપશે ત્યારે આગામી દિવસોમા ધાર્મિક મુદ્દો કેટલો કારગત નીવડશે એ તો સમય જ બતાવશે.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા