*ઉ.ગુ.ના ધો.10ની ઉત્તરવહીઓના કડીના ગણેશપુરા પાલા કેન્દ્રના નિયામક સસ્પેન્ડ*

મહેસાણાઃ ઉત્તર ગુજરાતના પાંચ અને અમદાવાદ, ગાંધીનગર સહિત 7 જિલ્લાના ધોરણ 10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓના શિક્ષણબોર્ડ દ્વારા નિયત કરાયેલા કડીના ગણેશપુરા પાલા કેન્દ્રમાં ઉત્તરવહીના પેકિંગ સહિતની કામગીરી વિદ્યાર્થીઓ પાસે કરાવાતી હોવાનું બહાર આવતાં શિક્ષણ વિભાગના આદેશથી મંડળ દ્વારા પાલા કેન્દ્રના નિયામકને પરીક્ષા કામગીરીમાંથી ફરજ મોકૂફ કરી દેવાયા છે.