*ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતશે પછી કરાવશે ફાયદો*

બે દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પોઝિટિવ નોટ પર પૂરી થઈ. તેમણે સીએએ અને કાશ્મીર મુદ્દે ભારતને તકલીફ થાય તેવું કોઈ નિવેદન આપ્યું નહિ. મંગળવારે તેમણે એકલાએ પત્રકાર પરિષદ કરી તેમાં કેટલાક પ્રશ્નોના ઉત્તરો આપીને સ્પષ્ટ કર્યું કે તેઓ વર્તમાન મોદી સરકારને મુશ્કેલીમાં મૂકવા માગતા નથી. સીએએને તેમણે આંતરિક મામલો જ ગણાવ્યો અને દરેક રાષ્ટ્રને પોતાની સરહદોની સુરક્ષા કરવાનો હક છે તે વાતનો પુનરોચ્ચાર કર્યો.સંબંધો હંમેશા પરસ્પરની ગરજથી ટકે છે, અને અમેરિકા અને ભારતના કિસ્સામાં પણ વાત કંઈ ખોટી નથી. અત્યારે બંનેને એકબીજાની વધારે ગરજ છે. અત્યારના સમયે ડોનાલ્ડ ટ્રમ્પને વધુ ગરજ છે. અમેરિકાથી રવાના થતા પહેલાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં તાલિબાનો હવે થાક્યા છે અને સમજૂતિ થઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી. ભારતથી પરત ફરતી વખતે પત્રકારો સાથેની વાતચીતમાં પણ તેમણે એ જ આશા વ્યક્ત કરી હતી. સાથે જ ભારત અફઘાન સમજૂતિથી ખુશ છે તેવી વાત પણ કરી.