લાછરસ ગામ ના પ્રેમી પંખીડાઓએ કોર્ટમાં રજીસ્ટર મેરેજ કરી ને ઘરે પાછા ફરતા પરિવારજનો દ્વારા નવદંપતી ઉપર લાકડી વડે હૂમલો કરતા બંને ઇજાગ્રસ્ત.
જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર જણા સામે મારામારીની પોલીસ ફરિયાદ,
રાજપીપળા,તા.31
નાંદોદ તાલુકાના લાછરસ ગામના પ્રેમી પંખીડાઓએ કોર્ટમાં રજીસ્ટર મેરેજ ફરીને ઘરે પાછા ફરતાં તેમને પરિવારજનોએ ન સ્વીકારતા પરિવારજનો દ્વારા તેમના ઉપર લાકડી વડે હૂમલો કરતા બંને નવદંપતી ઇજાગ્રસ્ત થયા હતા, અને પરિવારજનોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર જણા સામે મારામારીની પોલીસ ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં નોંધાઇ છે.
જેમાં ફરિયાદી વૈશાલીબેન હર્ષદભાઈ કાનજીભાઈ તડવી (હાલ રહે,કરજણ મૂળ રહે , લાછરસ નકટી ફળિયુ)એ આરોપી મંજુલાબેન હર્ષદભાઈ કાનજીભાઈ તડવી,સંદીપભાઈ મોતીભાઈ તડવી,સંગીતાબેન સંદીપભાઈ તડવી, રાહુલભાઈ મહેશભાઈ તડવી તમામ (રહે, લાછરસ નકટી ફળિયું )સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આ કામની ફરિયાદી વૈશાલીબેન તથા સાજનભાઈ વિનુભાઈ તડવી અને પુખ્ત વયના હોય બંને ઘરેથી ભાગી જાય મંત્રોજ તા. કરજણ જી. વડોદરા ખાતે પ્રેમ લગ્ન રજીસ્ટર કરેલ અને તેઓ લગ્ન કરીને પોતાના ઘરે આવે તે દરમિયાન તેની માતાએ તેનીને તથા સાજનભાઈને ગાળો બોલી હાથમાંની લાકડી વડે વૈશાલીબેન અને જમણા હાથમાં કોઈ ના ભાગે તેમજ કમરના ભાગે મારી ઈજા કરી તથા સાજનભાઈના ડાબા હાથે પંજાના ભાગે ઈજા કરી હતી,તથા વૈશાલીબેન છોડાવવા વચ્ચે પડેલ દિપીકાબેન તડવીને પણ રાહુલભાઈએ લાકડી મારી જમણા પગે ઈજા કરી બંનેને મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ ,રાજપીપળા