પોઝિટિવ દર્દીઓ દુકાનમાં આવી કામ કરતા થયા અને દુકાનદારો આવા પોઝિટિવ દર્દીઓ ને સાથે રાખી કોરોના ફેલાવી રહ્યા છે.!

લો હવે કરો વાત,કોરોના પોઝિટિવ દર્દીઓ દુકાનમાં આવી કામ કરતા થયા અને દુકાનદારો આવા પોઝિટિવ દર્દીઓ ને સાથે રાખી કોરોના ફેલાવી રહ્યા છે.!

નર્મદા માં કોરોના ના વધતા કેસો માટે કોણ જવાબદાર ?.

ગરુડેશ્વર ના મેઈન બજાર માં કોરોના પોઝિટિવ દર્દીઓ એ દુકાનમાં હાજર રહી દુકાનદારોએ દુકાનો ખોલી કોરોના ફેલાવવાનો ધંધો કરવાનો પાપ કર્યું.

કોરોના પોઝિટિવ હોવા છતાં સદસ્યોને દુકાનમાં હજર રાખી પોતાની સ્ટોર ખુલ્લી રાખી કોરોના ફેલાય તેવું કૃત્ય કરતા ગરૂડેશ્વર પોલીસ મથકમાં બે દુકાનદારો સામે ફરિયાદ નોંધાઈ છે.

રાજપીપળા,તા.28

ગરુડેશ્વર ખાતે આવેલ મેઈન બજાર માં કોરોના પોઝિટિવ દર્દીઓ એ દુકાનમાં હાજર રહી કામ કરતા અને દુકાનદારે આ વાત જાણતો હોવા છતાં દુકાનો ખોલી કોરોના ફેલાવવાનો ધંધો કરવાનો પાપ કર્યું છે પોતાના અંગત સ્વાર્થ ખાતર બીજાના જાણે જોખમમાં મૂકવાનું કૃત્ય કરતાં કોરોના પોઝિટિવ હોવા છતાં આવા સદસ્યને દુકાન રાખી પોતાના સ્ટોર ખુલ્લી રાખી કોરોના ફેલાય તેવું કૃત્ય કરતા ગરૂડેશ્વર પોલીસ મથકમાં બે દુકાનદારો સામે ફરિયાદ નોંધાઇ છે.
જેમાં પહેલી ફરિયાદમાં ફરિયાદી એ.એસ. વસાવાએ આરોપી નીલેશભાઈ રણછોડભાઈ વાળંદ (રહે, ગરુડેશ્વર મેઇન બજાર)સામે ફરિયાદ કરી છે. જેમાં ફરિયાદની વિગત મુજબ સમગ્ર નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરમાં હુકમ થી અમલમાં મુકેલ હોય અને ગાયત્રી કરિયાણા સ્ટોર સરોજબેન ભગવાનભાઈ વાળંદ કોરોના પોઝિટિવ હોવા છતાં આરોપી નીલેશભાઈએ પોતાની ગાયત્રી કરિયાણા સ્ટોર ખુલ્લી રાખી કોરોના સંક્રમણ રોગ ફેલાય તેવું કૃત્ય કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજી ફરિયાદમાં ફરિયાદી એ.એસ. વસાવાએ આરોપી દિવ્યેશકુમાર દીપકભાઈ શાહ (રહે, ગરુડેશ્વર મેઇન બજાર)સામે ફરિયાદ કરી છે. જેમાં ફરિયાદની વિગત મુજબ સમગ્ર નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરમાં હુકમ થી અમલમાં મુકેલ હોય અને ગણેશ કરિયાણા સ્ટોર માના મહાશય દીપકભાઈ સુમનભાઈ શાહ કોરોના પોઝિટિવ હોવા છતાં આરોપી દિવ્યેશભાઈ દીપકભાઈ શાહે પોતાની ગણેશ કરિયાણા સ્ટોર ખુલ્લી રાખી કોરોના સંક્રમણ રોગ ફેલાય તેવું કૃત્ય કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એક તરફ વેપારીઓ કોરોનાના કેસો ઘટાડવા લોકડાઉન કરી રહ્યા છે.બજારો બંધ કર રાખી રહ્યા છે ત્યારે કેટલાક બેદરકાર લોકો કોરોના પોઝિટિવ હોવા છતાં આવા લોકો દુકાનમાં સાથે રાખી દુકાન ચલાવતા વેપારીઓ પોતાની જાણતો જોખમમાં મુકી રહ્યા છે .પણ સાથે-સાથે નિર્દોષ ગ્રાહકોનો પણ જોખમમાં મુકી રહ્યા છે. નર્મદામાં વધતા જતા કેસો માટે આવા બેદરકાર લોકો કોરોના ના કેસો વધી રહ્યા છે. ત્યારે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની આમ જનતા એ પણ માંગ કરી છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા