વાહ..ગુજરાત પોલીસ..વટવા પોલીસે થેલેસમિયાના દર્દીઓ માટે આશરે 1 હજાર બોટલ રક્તદાન કરી ગુજરાત પોલીસ માટે ગર્વ સાથે ઉમદા કાર્યની મિસાલ કાયમ કરી.
અમદાવાદ: આમ તો પોલીસ નામ પડે એટલે એમના વિશેની વાત. લોકોને કહેવી ન પડે પણ જ્યારે આજ પોલીસ કાંઈક ઉપયોગી અને ઉમદા કાર્ય કરી બતાવે ત્યારે તેમના માટે ગર્વની વાત કહેવામાં સંકોચ પણ ન હોવો જોઈએ. એક સમયના અમદાવાદ શહેર સીપી એ કે સિંહ દ્વારા શરૂ કરવામાં આવેલ રક્તદાનનો કાર્યક્રમ મુસ્કાન જે હાલ પણ જીવંત બની રહ્યો છે જેમાં પોલીસ કર્મીઓ દ્વારા લોહી એકત્ર કરી થેલેસમિયાના દર્દીઓ માટે આપવામાં આવે છે.
અમદાવાદના વટવા પોલીસ સ્ટેશન દ્વારા પણ ઉમદા કાર્યમાં એક અનેરૂ કાર્ય પાર પાડવામાં આવ્યું છે મુસ્કાન કાર્યક્રમ હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી સિસરાના માર્ગદર્શન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયું હતું જેમા થેલસમીયાગ્રસ્ત દર્દીઓ માટે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનના કર્મીઓ સાથે સાથે વટવાની જનતાએ પણ આમાં ભાગ લીધો અને બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. વટવા પીઆઇ સિસરાના જણાવ્યા મુજબ અત્યાર સુધી 900 ઉપર બોટલ રક્ત એકત્ર કરી લેવામાં આવ્યું છે અને જે સાંજ સુધીમાં 1 હજાર બોટલ થઈ જશે. 24 કલાક ખડે પગે હાજર રહેનાર અને ફરજ બજાવનાર પોલીસ કર્મીઓ દ્વારા અને પ્રજા દ્વારા પણ એક ઉમદા કાર્ય કરી ગુજરાત પોલીસના ગર્વમાં ઉમેરો કર્યો છે. આ રક્ત દાન દ્વારા થેલેસમિયાના દર્દીઓને જીવતદાન મળતું રહેશે.. સલામ છે વટવા પોલીસ કર્મીઓ અને વિસ્તારની જનતાને..