તાલુકા હેલ્થ ઓફીસરઅને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસરોએ જિલ્લાના ૩૦૪ ગામોની ગ્રામસભાઓમાં લાભાર્થીઓને રસીકરણ અંગે પૂરૂં પાડ્યું જરૂરી માર્ગદર્શન

નર્મદા જિલ્લાના ૫૫૧ ગામ પૈકી ૨૪૭ ગામોમાં પ્રથમડોઝ માટે ૧૦૦ ટકા રસીકરણની કામગીરી પૂર્ણ :

બાકી રહેલા તમામ ગામોમાં રસીકરણની કામગીરી તા.ર જી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાનું સુચારૂં આયોજન

તાલુકા હેલ્થ ઓફીસરઅને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસરોએ જિલ્લાના ૩૦૪ ગામોની ગ્રામસભાઓમાં લાભાર્થીઓને રસીકરણ અંગે પૂરૂં પાડ્યું જરૂરી માર્ગદર્શન

નર્મદા જિલ્લામાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોવિડ રસીકરણની કુલ-૮૭.૪૭ ટકા કામગીરી પૂર્ણ રાજપીપલા, તા 15

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં કોવિડ રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આજદિન સુઘીમાં નર્મદા જિલ્લાના ૫૫૧ ગામ પૈકી ૨૪૭ ગામોમાં (૪૫ ટકા) પ્રથમડોઝ માટે ૧૦૦ ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરાઇ છે. જયારે બાકીના ૩૦૪ ગામોમાં પણ મોટાભાગના લોકોએ રસી લીઘી છે. કોરોના રસીકરણની ઉકત કામગીરી તા.૨ જી ઓક્ટોબર,૨૦૨૧ સુધીમાં પુર્ણ કરવાનું સુચારૂં આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જેમાં હોર્ડીગ્સ, રાત્રિ-વેકસીનેશન, ગ્રામ સભાની સાથોસાથ બાકી રહેલા ગામોમાં લાભાર્થીઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવેલ છે. હાલમાં કુલ-૨૨૨ ગ્રામસભાઓનું આયોજન કરાયું છે.
કોવિડ રસીકરણ બાદ નર્મદા જિલ્લામાં કોવિડ સંક્રમણનું પ્રમાણ ઘટયું છે. નર્મદા જિલ્લામાં હાલ કોવિડે વિદાય લીઘી હોય તેવી સ્થિતી છે. જિલ્લામાં છેલ્લા એક માસ ઉપરાંતથી એક બે કેસને બાદ કરતા કોવિડનો કેસ નોંધાવા પામ્યો ન હોવાનું કારણ રસીકરણનો મહત્વનો ફાળો રહ્યો હોવાનું તજજ્ઞો માની રહયા છે. જો કે, હજુ પણ કોવિડ સંક્રમણની સંભાવના છે. પરંતુ હાલની સ્થિતિમાં જિલ્લામાં કોવિડ સંક્રમણ કાબૂમાં છે. બીજી તરફ જિલ્લા આરોગ્ય તંત્ર ઘ્વારા કોવિડ રસીકરણ વઘુ તેજ કરવામાં આવ્યું છે.
જિલ્લાના અધિક આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીતે જણાવ્યું હતું કે, જે ગામોમાં લાભાર્થીઓ હજુ પણ રસીથી વંચિત છે, તેવા તમામ ગામોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને તમામ તાલુકા હેલ્થ ઓફીસર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસરઓએ ૩૦૪ ગામોમાં જઇ સંપૂર્ણ રસીકરણ પૂર્ણ કરવા ગ્રામસભાઓમાં લાભાર્થીઓને વેકસીનેશન અંગેની જરૂરી માહિતી પૂરી પાડી છે. તેની સાથોસાથ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૨ જી ઓક્ટોબર,૨૦૨૧ સુઘીમાં બાકી રહેલ તમામ ગામોમાં ૧૦૦ ટકા વેકસીનેશન પૂર્ણ કરવાની કામગીરી પ્રગતિ હેઠળ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
કોવિડ-૧૯ ની પેન્ડમિક પરિસ્થિતિમાં સરકાર તરફથી કોવિશીલ્ડ અને કો-વેકસીન આમ ર(બે) પ્રકારની મળેલી વેકસીન અંતગર્ત જિલ્લામાં વેકસીનેશનની કામગીરીમાં અગત્યની ભૂમિકા ભજવેલ છે. નર્મદા જિલ્લાના હેલ્થકેર વકર્સ- ૪,૬૪૮ (૯૭.૬૧ ટકા) પ્રથમ ડોઝ, ફ્રન્ટલાઇન વર્કર્સ,૧૨,૯૧૬ (૧૦૪.૪૦ ટકા) પ્રથમ ડોઝ, ૪૫ વયથી વઘુની વ્યકિતઓ ૧,૭૨,૫૮૧ (૯૭.૦૫ ટકા) પ્રથમ ડોઝ અને ૧૮ થી ૪૪ વય સુધીના કુલ- ૧,૮૧,૦૨૪ (૭૩.૪૩ ટકા) લોકોને પ્રથમ ડોઝ વેકસીનનો આપવામાં આવેલ છે. આમ નર્મદા જિલ્લાનો ટાર્ગેટ કુલ- ૪,૨૪,૩૪૯ સામે પ્રથમ ડોઝ ૩,૫૩,૬૦૫ (૮૩.૩૩ ટકા) વ્યકિતઓને આપવામાં આવેલ છે. અને બીજો ડોઝ ૧,૫૫,૮૬૯ (૪૦.૩૦ ટકા) વ્યકિતઓને આપવામાં આવેલ છે. આમ નર્મદા જિલ્લાની કુલ. ૮૭.૪૭ ટકા કામગીરી પૂર્ણ કરાઇ છે. તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા