રાજપીપળા ખાતે શહીદ દિનઊજવાયો
શહીદ દિન નિમિત્તે કલેક્ટર કચેરી રાજપીપળા ખાતે અધિકારી, કર્મચારીઓએ
શહીદોની સ્મૃત્તિમાં બે મિનિટનું મૌન પાળ્યું
રાજપીપલા,તા 31
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય-જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદનનાં વિવિધ વિભાગોના અધિકારીઓ,કર્મચારીઓએ બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને માન અર્પણ કરીને બે મિનીટનું મૌન પાળ્યું હતું. મોટી સંખ્યામાં કચેરીના કર્મચારીઓએ માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્ટ સાથે ઊભા રહીને બે મિનિટનું મૌન પાળીને શહીદોં ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
તસવીર: જ્યોતિ જગતાપ રાજપીપળા