નર્મદા જિલ્લાના ગુનાના કામે કુલ -5 નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલસીબી નર્મદા પોલીસ.
રાજપીપળા,તા. 31
નર્મદા જિલ્લાના વિવિધ ગુનાના પોલીસ ચોપડે નોંધાયેલા કુલ -5 જેટલા છેલ્લા કેટલાક વખતથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ નર્મદા પોલીસે ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર તથા સ્ટાફ દ્વારા જિલ્લાના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓને કેસ ડાયરીઓનો અભ્યાસ કરી ટેકનિકલ સર્વેલેન્સ તેમજ ખાનગી બાતમીદાર થી બાતમી મેળવી જિલ્લાના અલગ અલગ ગુનાના કામે નાસતા ફરતાં 5 જેટલા આરોપીઓને ઝડપી પાડી જે તે પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે સોપવામાં આવ્યા છે.
જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચના થી રાજપીપળા પોલીસ મથકના ગુનામાં પકડાયેલા આરોપી વજેસિંગભાઈ રબારી (રહે,વિઠ્ઠલનાથજી મંદિર સામે,સોનીવાડ, રાજપીપળા) નાસતો ફરતો હતો,તેને એલસીબી પોલીસે ઝડપી લઇ રાજપીપળા પોલીસને સોંપવામાં આવેલ છે. જ્યારે બીજો આરોપી ભાવેશભાઈ રબારી (રહે, વિઠ્ઠલનાથજી મંદિર સામે સોનીવાડ,રાજપીપળા ) તથા તિલકવાડા પોલીસ મથકમાં નોંધાયેલ આ નાસતા ફરતા આરોપી દિનેશભાઈ દિત્યાભાઈ ડુંગરિયા ભીલ (રહે,કુકરદાl પકડી પોલીસને સોંપવામાં આવ્યા છે.એ ઉપરાંત દેડિયાપાડા પોલીસ મથકે પ્રોહિબિશનના ગુનામાં નોંધાયેલ આરોપી રણજીતભાઈ કથાભાઈ વસાવે (રહે,તીન ખુણીયા,તા. અક્કલકુવા જી. નંદુરબાર,મહારાષ્ટ્ર) નાસતો ફરતો હતો હોય તેને એલસીબી પોલીસે અટક કરી દેડીયાપાડા પોલીસને સોંપવામાં આવ્યો છે.તથા વલસાડ જિલ્લા વલસાડ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ આરોપી શાહરૂખ રમતીન મહમદ મકરાણી( રહે, જમાદાર ફળિયા, સેલબા) ઝડપી દેડીયાપાડા પોલીસને સોંપવામાં આવ્યા છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ,રાજપીપળા