કોલીવાડા બોગજ પ્રાથમિક શાળામાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ સ્માર્ટ ક્લાસનુ સાંસદના હસ્તે અનાવરણ કરાયું.
સ્માર્ટ ક્લાસ થકી આદિવાસી બાળકો અદ્યતન ટેકનોલોજીથી શિક્ષણ મેળવશે- સંસદ.
રાજપીપળા,તા. 6
દેડીયાપાડા તાલુકાના કોલીવાડા બોગજ પ્રાથમિક શાળા ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત સ્માર્ટ ક્લાસ ભરૂચ સાંસદ મનસુખ વસાવા હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત સ્માર્ટ ક્લાસ થકી આદિવાસી બાળકો અદ્યતન ટેકનોલોજીથી શિક્ષણ મેળવશે અને આદિવાસી બાળકો ડિજિટલ ટેકનોલોજી થકી ઉત્તરોત્તર પ્રગતિ કરી આગળ જતાં મોટા અધિકારી બને તેવી સાંસદ મનસુખ વસાવાએ લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે બોગજ ગ્રામ પંચાયતના સરપંચ રેવાબેન, નર્મદા જિલ્લાના કારોબારી અધ્યક્ષ બહાદુરભાઈ વસાવા,ભારતીય ટ્રાઇબલ પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ ચૈતરભાઈ વસાવા,હિતેશભાઈ વસાવા કોલીવાડા બોગજ પ્રાથમિક શાળાના આચાર્ય કૌશિક પરમાર,આર. એફ. ઓ રમાબેન વસાવા સહિત બાળકો હાજર રહ્યા હતા.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા