ભૂજ મિલિટરી સ્ટેશનની મુલાકાત લેતા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત. સેનાના જવાનો અને બાળકો સાથે કર્યો સંવાદ
અમદાવાદ: ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ભૂજ મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી હતી. મહામહિમને બાલ્ડ ઇગલ બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર સુધાંશુ શર્મા, સેના મેડલ, મિલિટરી સ્ટેશન સુધી લઇ ગયા હતા.
રાજ્યપાલે અહીં તમામ વયજૂથના દિવ્યાંગ બાળકો, છોકરીઓ અને છોકરાઓ સાથે સંવાદ કર્યો હતો અને T-72 ટેન્ક્સ રજૂ કરી હતી. આ મુલાકાતના સમાપન વખતે તેમણે ચા દરમિયાન સૈનિકો સાથે સંવાદ કર્યો હતો. તમામ રેન્ક અને બાળકોમાં રાજ્યપાલની આ મુલાકાત બાદ પ્રેરણા અને ઉચ્ચ જુસ્સા સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો.