રામ મંદિર નિર્માણ માટે 60 વર્ષથી ગુફામાં રહેતા ફક્કડ બાબા નામથી ઓળખાતા સાધુએ દાનમાં આપી 1 કરોડની રકમ..
હરિદ્વાર* સંત સ્વામી શંકરદાસ નામના આ સાધુએ રામમંદિર નિર્માણ માટે એક બે લાખ નહી પરંતુ પુરા એક કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે. જ્યારે તેમણે બુધવારે બેઁક ઓફ ઇન્ડિયાની મેઈન બ્રાન્ચમાં 1 કરોડ રૂપિયાનો ચેક આપ્યો ત્યારે બેઁકના બધા જ કર્મચારી આ જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા. ત્યારબાદ બેઁકના કર્મચારીઓએ તેમનું બેઁક એકાઉન્ટ ચેક કરતા માલુમ પડ્યું કે આ ચેક ખરેખર સાચો છે ફેક નથી અને તેમના ખાતામાં રકમ છે પણ. ત્યારપછી આગળની પ્રક્રિયા પૂરી કરવા માટે બેઁક કર્મચારીએ RSSના પદાધિકારીઓને બોલાવ્યા.
RSSના પ્રમુખ સુદામા સિંઘલ જણાવે છે કે, ” જેવી અમને આ અંગે સૂચના મળી અમે તરત જ બેઁકમાં પહોંચ્યા. સાધુ સીધેસીધું દાન ન કરી શકે આથી તે ચેક અમને આપવામાં આવ્યો અને અમે તેમને દાનની રસીદ આપી. હવે બેઁક મેનેજર રામ મંદિરના ટ્રસ્ટના એકાઉન્ટમાં આ ચેક જમા કરશે.”
મહાદાન આપનારા આ સાધુનું નામ સંત સ્વામી શંકરદાસ છે. તેઓ 83 વર્ષના છે અને છેલ્લા 60 વર્ષથી ઋષિકેશની એક ગુફામાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે. ત્યાંના સ્થાનિક લોકો આ સાધુને ‘ફક્કડ બાબા’ના નામે ઓળખે છે. તેમણે જણાવ્યું હતું કે તેમના ગુરુ ટાટવાળા બાબાની ગુફામાં જે અનુદાન આવે છે તેમાંથી તેમણે આ દાનની રકમ એકઠી કરી છે. આ દાનમાંથી જ તેમનો જીવન નિર્વાહ ચાલે છે.