સોનૂ સુદે કહ્યું, હું કોઈ મસિહા નથી, મા પાસેથી મળેલા સંસ્કારે મને જમીનથી જોડાયેલો રાખ્યો

સોનૂ સુદે કહ્યું, હું કોઈ મસિહા નથી, મા પાસેથી મળેલા સંસ્કારે મને જમીનથી જોડાયેલો રાખ્યો

કોરોના વાયરસના કપરા કાળમાં અનેક શ્રમિક-પરિવારના સારથી બનેલા સોનૂ સુદે દેશના લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી છે. અનેક લોકો તેને મસિહા કહી રહ્યા છે. તેલંગણામાં તો એની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. પણ સોનું કહે છે કે, હું કોઈ ભગવાન કે મસિહા નથી. તેમણે પોતાની આત્મકથા ‘મૈં મસીહા નહીં’માં લખ્યું છે કે, હું કોઈ મસિહા નથી.

આ તો મા ના સંસ્કાર છે. જેણે પીડિતોની સેવા કરવા માટે પ્રરિત કર્યો છે. સફળતાના શિખર સુધી પહોંચ્યો છતા જમીન સાથે જોડાયેલો રહ્યો છું. એની બુક ટીવી શૉ કૌન બનેગા કરોડપતિના સેટ પરથી અમિતાભ બચ્ચનના હસ્તે લૉન્ચ કરવામાં આવી હતી. તેણે પોતાની આત્મકથામાં લખ્યું હતું કે, કોરોના કાળમાં મે જે કંઈ કર્યું એ મા પ્રો. સરોજ સુદ પાસેથી મળેલા સંસ્કારને કારણે થઈ શક્યું હતું. અંગ્રેજીમાં લખાયેલી આ બુકમાં સોનૂ સુદે પોતાના બાળપણની અનેક વાતનો ઉલ્લેખ કર્યો છે. બે દિવસ પહેલા કોંગ્રેસ ધારાસભ્ય ડૉ.હરજોત કલમની પહેલથી મોગાની મેઈન બજારથી લઈને અકાલસર રોડને જોડતા રસ્તાનું નામ પ્રો. સરોજ સુદ રાખવામાં આવ્યું છે. આ કાર્યથી સોનૂ સુદ ખૂબ ભાવુક થઈ ગયો હતો. આ કાર્યને તેણે એક મોટી સિદ્ધિ સમાન ગણાવ્યું છે. તેણે આ પ્રસંગનો એક ફોટો ટ્વીટ કર્યો હતો અને લખ્યું કે, આ એમના જીવનની અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિ છે. મારી મા ના નામ પર એક રોડ સમર્પિત કરવામાં આવ્યો છે. જ્યારે તે મોગામાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મા ઘણા બધા બાળકોને એના ઘરે ભણાવતી હતી. જે બાળકો ફી જમા ન કરાવી શકવાને કારણે અભ્યાસ છોડી દેતા હતા. મા એમની ફી ભરતી હતી, પોતે પણ એમને ભણાવતી. કારણ કે તે એવું માનતા હતા કે, શિક્ષણથી જ કોઈનું જીવન બદલી શકાય છે. એ કોઈને તકલીફમાં જોઈ શકતા ન હતા. તાત્કાલિક મદદ માટે દોડી જતા હતા.

આ બુકમાં તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે જ્યારે તેઓ કામની શોધમાં મુંબઈ આવ્યો હતો. એન્જિનિયરિંગ કર્યા બાદ એક માત્ર પુત્ર હોવાને કારણે મા એવું કહેતી હતી કે, આ ક્યો હીરો બની જવાનો છે. એન્જિનિયરિંગ કરી લીધું છે. ઘરે બોલાવી લો, સારી કોઈ નોકરી મળી જશે. એ સમયે મા સોનૂને અંગ્રેજીમાં પ્રેરક કથાઓ લખીને મોકલતી હતી.જે પ્રોત્સાહિત કરતી હતી કે, સોનૂ એક ખુદાનો બંદો છે. જે હેતુંથી ગયો છે એ જરૂર પૂર્ણ થશે. મા ની આ જ પ્રેરણાએ મને શિખર સર કરવા માટે જોમ પૂરુ પાડ્યું છે. જમીન સાથે જોડાયેલા રહેવાનો આધાર પણ આપ્યો છે. આ જ કારણ હતું જ્યારે પિતા શક્તિસાગર સૂદ મુંબઈ જવા માટે લુધિયાણા સુધી મૂકવા માટે આવ્યા હતા ત્યારે એટલા જ પૈસા આપ્યા હતા જેટલામાં ગુજરાન ચાલી શકે. લોકલ ટ્રેનમાં બેસીને સંઘર્ષ યાત્રા શરૂ કરી છે.