*બનાસકાંઠાના દાંતામાં પોલીસ તંત્ર અને કાયદાના ઉડ્યા ધજાગરા..લોકો માણી રહ્યા છે ખુલ્લેઆમ દેશી દારૂની મહેફિલ

દાંતા : ગાંધીના ગુજરાતમાં દારૂ કેટલી હદે બેફામ વેચાઈ રહ્યો છે અને પોલીસ તંત્ર કેટલું કાર્યરત છે તેનો દાખલો ખુલ્લેઆમ દારૂની મેહ્મફિલ માનવતા વિડીયો પર થી જોઈ શકાય છે. બનાસકાંઠાના દાંતામા ખુલ્લેઆમ દેશી દારૂની કોથળીઓ પીતાનો વિડિયો થયો વાયરલ થવા પામ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ દાંતા તાલુકામાં દેશી દારૂની મહેફિલ અને હોમ ડિલિવરીના વિડિયો થયા વાયરલ. દાંતા પોલીસની રહેમનજર હેઠળ જાહેર બજારમાં પોલીસના ડર વગર પી રહ્યા છે લોકો દેશી દારૂ. પોલીસની આબરૂ ના ધજાગરા ઉડાડતી તસવીરો વીડિયોમાં કૈદ થતી જોવા મળી છે જેના પરથી પોલીસની મિલીભગત પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. હજુ લગભગ 2 કે 3 દિવસ પહેલા જ પંજાબમાં લઠ્ઠા કાંડ બન્યો છે જેમાં અંદાજે 38 લોકોનો ભોગ લેવાયો છે ત્યારે દાંતામાં પણ ખુલ્લેઆમ દારૂ પિતા લોકો પર થી એક બીજા લઠ્ઠાકાંડ ની સંભાવના બને તેને નકારી ન શકાય. અગાઉ પણ દાંતા તાલુકાના ગંગવા ગામમાં થોડા સમય પહેલા દેશી દારૂની ઓમ ડીલેવરી વિડિયો થયો હતો વાયરલ થયો હતો. આ વીડિયોને જોતા પોલીસ આંખ આડા કાન કરી મિલીભગત સાથે દારૂના વેચાણમાં સહભાગી બનતી હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહેલ છે. દેશી દારૂની કોથળીઓ ઉપર દાંતા પોલીસનુ હપ્તા રાજ ચાલતું હોવાની લોક મુખે ચર્ચાઓ ઉઠવા પામી છે. હવે માત્ર પગલાં લેવાશે અને સસ્પેન્ડ કરાશે થોડા દિવસ પછી હમ સાથ સાથ હૈ મુજબ ચાલુ થઈ જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.