આપણા પ્રિય પેજ પ્રમુખનો અમેરિકાના નવા પ્રમુખને પત્ર…
જો ભાઈને અમારા જય પ્રમુખ સ્વામી,
ગોંડા ટ્મ્પે ધોળાભવનમા(વ્હાઈટ હાઉસ) તોડફોડ કરી હતી. એ બધુ ઓકે થઈ ગયુ હશે.. ઓમેય એ ગોડો ધોળાભવન માટે ઘોળો હાથી જ થઈ ગયો હતો…
ભગવાને આપણે પ્રમુખોને બવ તકલીફ અને જવાબદારી આપી છે.. તમારે તો ઠીક
ખાલી અમેરિકાની જવાબદારી એટલે બહુ વાંધો ન આવે.. પાછા વીસ વીસ ભારતીયની આખી ટીમ.. ઉપરથી અમારા કમલા બુન પણ ખરા.. એક આખા પેજની જવાબદારી કેટલી મોટી હોય તમને નહી સમજાય એક પેજ કી કિંમત તુમ કયા જાનો બાયડન બાબુ.. અમે તો સાહેબ માંગણી કરી છે.. અમારી સાથે સાયકલ લુના મોપેડ કે જુના સ્કુટર કે બાઈક ઉપર લાલ લોટો મુકી આપે.. કેબીનૈટ કક્ષાના મિનિસ્ટર જેટલો દરજજો પણ આપે.. જવાબ મા રાષ્ટ્રીય અધ્યક્ષ અનૈ પ્રદેશ અધ્યક્ષ સામેસામે ખડખડાટ હસીને હા પણ પાડી દીધી હતી.. એક મોટા દેશને મેનેજ કરવો સહેલો છે. અલગ અલગ વિચાર ધારા દશ બાર લોકોને સાથે રાખીને બુથ સુધી લઈ જવા.. મેળા સમારંભોમા લઈ જવા સાચવીને પાછા લઈ આવવા કાંઈ સહેલુ કામ નથી.. અમારા ઐક આગળના પેજ પ્રમુખ કહેતા હતા કે તમે પણ પેજ પ્રમુખથી જ કારકિર્દી શરુ કરી હતી. આ જાણીને અમારો ઉત્સાહ અને મહત્વકાક્ષા બંનેમા વધારો થયો છે.. સાહેબના અબ કી બાર ટ્રમ્પ સરકારના નારાથી તમારી લાગણીને ઠેસ પહોંચી હશે પણ આપણે પ્રમુખો હંમેશા માનસન્માન થી પર રહેવાનુ હોય છે કડવા ઘુંટડા પી જવાના હોય છે.
સાહેબના મિડીયાવાળા પણ એવુ કહી રહયા છે આપણા સબંધો સારા જ રહેવાના છે. પણ એક પેજ પ્રમુખ તરીકે એક પ્રમુખને અધિકારપૂર્વક કહુ છુ.. મોટુ મન રાખજો.. સાહેબનુ ગણિત ઘણી વાર ખોટુ પડે છે.. અત્યારે તો સાહેબ હર બાર, બાર બારબાયડન સરકાર કહેવાના પણ મુડમા છે..
એક પ્રમુખ તરીકે તમે પેજપ્રમુખની લાગણી સમજતા જ હશો.. કેટલીક વિવાદાસ્પદ બાબતો આપણે સાથે ચર્ચા કરી લઈશુ… કમલમ જો પરમીશન અને પૈસા આપે તો અમેરિકા ધોળાભવનમા આંટો મારવા આવવાની ઈચ્છા છે.. બાકી જેવી પ્રમુખ સ્વામીની ઇચ્છા..
લિખિતંગ પેજપ્રમૂખના જયસ્વામિનારાયણ . ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા