*વલસાડ : ડુંગર પર આગ લાગતા આસપાસના લોકોમાં ગભરાટ*

વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકામાં વડખભાં ગામે ડુંગર પર આગ લાગી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ પવનના કારણે વધુ પ્રસરી. ગામ લોકો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ કરવાનો પ્રયાસ કરાયો હતો. જે બાદ વનવિભાગ પણ આગ બુઝાવાની કામગીરીમાં જોતરાયુ હતું. ડુંગર પર આગની ઘટના બનતા આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.