મહારાષ્ટ્ર ભાજપના નેતાનો નવાબ મલિક સામે રૂ.100 કરોડનો માનહાનિનો દાવો,

મુંબઈ : ભાજપના નેતા મોહિત કંબોજના સાળા  ઋષભ સચદેવાની એનસીબી દ્વારા મુંબઈમાં ક્ઝ રેવ પાર્ટી પર એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ધરપકડ કરવામાં આવી હતી.  પરંતુ બાદમાં તેને છોડી મુકવામાં આવ્યો હતો. એવો, એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો.  મુંબઈમાં ભાજપના એક નેતાનો ફોન આવ્યો બાદ એન. સી બી ના અધિકારીઓ દ્વારા રિષભને મુક્ત કરવામાં આવ્યો હતો.  આ અંગે મોહિત કંબોજે નવાબ મલિક દ્વારા કરાયેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા. ત્યારબાદ તેણે શનિવારે મુંબઈ હાઈકોર્ટમાં નવાબ મલિક વિરૂદ્ધ માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. એવી તેમણે ટ્વીટ કરીને આની જાણકારી આપી છે. તેણે ટ્વીટ કર્યું, ‘મેં મારા અને મારા પરિવાર પર પાયાવિહોણા આરોપો લગાવવા બદલ મુંબઈ હાઈકોર્ટમાં નવાબ મલ્લિક વિરૂદ્ધ 100 કરોડ રૂપિયાનો નુકસાનીનો દાવો દાખલ કર્યો છે.’દરમિયાન, નવાબ મલિકે આક્ષેપો કર્યા પછી, મોહિત કંબોજે 9 ઓક્ટોબરે પ્રેસ કોન્ફરન્સ કરી અને તમામ આરોપોને રદિયો આપ્યો હતો.  ‘હું  નગરસેવક, ,વિધાનસભ્ય કે  સાંસદ નથી.  હું પૂછપરછ માટે તૈયાર છું.  એનસીબીની કાર્યવાહીમાં મારા પર કેટલાક લોકોને બચાવવામાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.  પરંતુ મારી પાસે પાર્ટીમાં કોઈ હોદ્દો નથી અને હું દોઢ વર્ષથી રાજકારણથી દૂર છું. ઋષભ સચદેવા મારા સાળા  છે.  આનો આ કેસ સાથે શું સંબંધ છે?  આનો પુરાવો નવાબ મલિકે આપવો જોઈએ, જેઓ આર્યન ખાનને ક્યારેય મળ્યા નથી.  અમે એ. સી.બી તપાસ માટે તૈયાર છીએ.  જો કે, નવાબ મલિક દ્વારા કરવામાં આવેલા તમામ આરોપો ખોટા છે, તેથી હું તેમની સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કરીશ’,તેમણે કહ્યું હતું.એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે દાવો કર્યો હતો કે બીજેપી નેતા મોહિત કંબોજના સાળા રિષભ સચદેવાની પણ સેન્ટ્રલ એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડ દ્વારા 2 ઓક્ટોબરે મુંબઈથી ગોવા જતી ક્ઝ પર ધરપકડ કરવામાં આવી હતી.  મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં નવાબ મલિકે આરોપ લગાવ્યો કે એનસીબીએ ક્ઝમાં 11 લોકોની ધરપકડ કર્યા બાદ ભાજપના નેતાઓના આદેશ પર ત્રણ લોકોને છોડી મૂકવામાં આવ્યા હતા.