મુંબઈ લાંબા અંતરની રેલવે ટિકિટ બુક કરાવતી વખતે બધાયને એ જ ચિંતા સતાવતી હોય છે કે કન્ફર્મ્ડ ટિકિટ મળશે કે નહીં? કન્ફર્મ્ડ સીટ મળે એ માટે લોકો ખૂબ વહેલા, ઘણા તો ત્રણ-ત્રણ મહિના વહેલાથી જ એમનો પ્રવાસ પ્લાન તૈયાર કરે છે અને ટિકિટ પણ બુક કરાવી દેતા હોય છે.
કોઈ એજન્ટની મારફત તત્કાલ ટિકિટ બુક કરાવી શકાય છે, પણ એના માટે વધારે પૈસા ચૂકવવા પડે છે.હવે લોકોની આ સમસ્યા ટૂંક સમયમાં જ દૂર થાય એમ છે.મુંબઈની એક સ્ટાર્ટઅપ કંપનીનો દાવો છે કે ટૂંક સમયમાં જ રેલવેની ટિકિટ બુક કરવાની પ્રવાસીઓની સમસ્યા દૂર થઈ શકે છે. આ સ્ટાર્ટઅપે Railofy નામની એક ખાસ એપ્લિકેશન તૈયાર કરી છે.