ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની મુલાકાતને લઈને કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની અમદાવાદ મુલાકાતને લઈ વહીવટી તંત્રમાં ભારે ધમધમાટ છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આ માટે પરિપત્ર બહાર પાડીને કોર્પોરેશનના 32 અધિકારીઓને જવાબદારીઓ સોંપી છે. કોર્પોરેશનના વિવિધ વિભાગોના અધિકારીઓને વિષય મુજબની જવાબદારીઓ સોંપાઈ છે. કમિશનરે જારી કરેલા પરિપત્રમાં મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમનો ઉલ્લેખ છે. પરંતુ બંને દેશના વડાની મુલાકાતની કોઈ ચોક્કસ તારીખનો ઉલ્લેખ કરાયો નથી.