અમદાવાદ ના ખોખરા મા કોવિડ મા મૃત્યુ પામેલ એક પરિવાર મા શબ ને અગ્નિદાહ આપવા માટે પણ મારવા પડી રહ્યા છે વલખા
કોરોના થી મરણ ના સમાચાર મળતા જ એકાંકી જીવન જીવતા મૃતક ના અમેરિકા મા રહેતા પરિજનો ને જાણ કરી ને ગાંધીનગર સોસાયટી ના લોકો થયા વિમુખ
પરિવારે સ્થાનિક જનપતિનિધિ ને જાણ કરતા સામાજિક કાયઁકરો સાથે સોસાયટી મા શબ ને કોવિડ ગાઈડ લાઈન મુજબ પકિઁયા પુરી કરી ઈશનપુર ના CNG શ્મસાનગૃહ મા અંતિમવિધી માટે લાવવા મા આવી
કોરોના ના કપરા કાળ મા મોત નો મલાજો જાળવવા સોસાયટી ના સભ્યો સંકઁમિત થવા ની ભીતિ થી નથી આવી રહ્યા
શિરીષ પટેલ નામ ના ૭૭ વષઁ ના સિવિલ એન્જીનયર મૃતક નું આજે પોતાના ઘર મા જ કોરોનામાં મોત થતા ફરી એકવાર ભયાવહ ઘટના નું પુનરાવર્તન ખોખરા મા જોવા મળ્યું
સ્થાનિક કોરપોરેટર ચેતન પરમાર મદદે દોડી આવી ને શબવાહિની ની વ્યવસ્થા સાથે PPE કીટ સાથે તેની અંતિમવિધી માટે તેમના નાના ભાઈ ને ઘોડાસર થી બોલાવી અંતિમવિધી પુરી કરાઈ