પાકિસ્તાનમાં 200 વર્ષ જુનું મંદિર હિંદુઓને પાછું સોંપાયું હિન્દુ સમુદાયની માંગી માફી

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતનાં જિલ્લા સોબમાં 200 વર્ષ જૂનું મંદિર હિન્દુ સમુદાયને સોંપવામાં આવ્યું છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ 70 વર્ષ બાદ આ મંદિર હિન્દુ સમુદાયને મળી ગયું છે. છેલ્લા ત્રીસ વર્ષથી તેમાં એક સ્કૂલ ચાલતી હતી જે હવે અહીંથી ખસેડવામાં આવી છે.