રાજપીપલા,
તા.15ભરૂચના સંસદસભ્ય અને નર્મદા જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષપદે રાજપીપલામાં નર્મદા જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ હતી.જિલ્લાના જુદા જુદા વિભાગો હેઠળના યોજનાકીય વિકાસ કામો ગુણવત્તાયુક્ત હાથ ધરવાની સાથોસાથ જનસમુદાયને સમયસર તેના લાભો મળી રહે તે રીતનું સુચારૂં આયોજન ઘડી કાઢવા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ મનસુખભાઇ વસાવાએ અનુરોધ કર્યો હતો. ,જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની ઉક્ત બેઠકને સંબોધતા સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કેજિલ્લામાં પ્રાથમિક-માધ્યમિક સરકારી સ્કૂલોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ વિદ્યાર્થીઓને મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવા ઉપરાંત જિલ્લામાં મહત્તમ વૃક્ષારોપણ સાથે તેનું જતન થાય તેવા સહિયારા પ્રયાસો માટે ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો. રાજપીપલા શહેરી વિસ્તારમાં ચાલી રહેલા ભુગર્ભ ગટરલાઇન અને ગેસ પાઇપલાઇનના કામો સહિત અન્ય કામો ઝડપભેર અને સમયસર પૂર્ણ કરવાની તાકીદ કરી હતી.આ પ્રસંગે શ્રી મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, અન્ન નાગરિક પુરવઠા, ટ્રાયબલ સબ-પ્લાન, આરોગ્ય, આઇસીડીએસ, પાણી પુરવઠા, વાસ્મો, ડીઆઇએલઆર, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ-બાગાયત, સિંચાઇ, સમાજ સુરક્ષા, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, રોજગાર અને તાલીમ, મહિલા અને બાળ વિકાસ, વન વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઇ-ગ્રામ યોજના, ખાણ-ખનીજ, એસ.ટી, આરટીઓ, વિજ વિભાગ, નગરપાલીકા વિસ્તાર સહિતના વગેરે ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.આ બેઠક દરમિયાન વસાવાએ જિલ્લા કલેક્ટર ડી.એ.શાહને જિલ્લામાં થઇ રહેલી શ્રેષ્ડ કામગીરી બદલ અભિનંદન આપી “ટીમ નર્મદા” ને બિરદાવી હતી.તસવીર : દીપક જગતાપ, રાજપીપલા