*અમદાવાદના બાવળા ખાતે મલ્ટીસ્પેસિયાલિટી હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સિલ કરવામાં આવ્યું.*
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ગ્રામ્યનાં બાવળા તાલુકામાં આવેલ બાવળા મલ્ટીસ્પેસિયાલિટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સિલ કરવામાં આવ્યું.
પીસી -પીએનડીટી એકટ અંતગર્ત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ બી પરમાર અને તેમની ટીમ દ્વારા સફળ સ્ટિંગ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. એજન્ટ દ્વારા સગર્ભા બહેનનું ગર્ભ પરીક્ષણ માટે ડો. રવિ દોશી દ્વારા રું. ૩૫૦૦૦/- લઇ સોનોગ્રાફી કરી લિંગ પરીક્ષણ કરી બાબા-બેબીની જાણ કરતા રંગે હાથે ઝડપાયા છે. સ્ટિંગ ઓપરેશન દરમ્યાન ડોક્ટર રવિ દોશી પાસેથી રું. ૧૫૦૦૦/- સરકારી નાણા રીકવર કરેલ છે. તથા એજન્ટ પ્રકાશ નાનુભાઈ વાણંદ રું. ૨૦૦૦૦/- ડોક્ટર પાસેથી લઇ ફરાર જેની પોલિસ તપાસ ચાલુ છે. ડો.રવિ દોશી સામે પીસી -પીએનડીટી એકટ અંતગર્ત આગળ ની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.