સૌથી જૂનો લાલ ઝંડાનો સંઘ અંબાજી ખાતે પહોંચ્યો.. છેલ્લા કેટલાય વર્ષોથી પરંપરા મુજબ આ સંઘ નિયમિત રીતે ચાલતો અંબાજી પહોંચે છે અને તેમની ધજા માં અંબાના મંદિરે ચઢાવે છે.. માં અંબાના મંદિરના ચાચર ચોકમાં માં ના ગરબા ગવાય છે અને જય અંબે ના નાદ સાથે આખું વાતાવરણ ભક્તિમય બને છે…. હાલ કોરોના ની કપરી સ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે અને બહાર પણ આવી રહ્યા છે ત્યારે માં અંબાના ભક્તો પગેચાલીને માતાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે….. મનની મુરાદ પુરી થાય તે સાથે લોકો ભાદરવી પૂનમના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે જ્યાં ભાદરવી પૂનમના માં અંબાના દર્શન કરી પોતાને ધન્ય અનુભવશે અને દર્શન પ્રાપ્ત કરશે….જય અંબે
https://youtube.com/shorts/NPq7fLmy_Ko?feature=share