રાજપીપળા ખાતે મતદાન જાગૃતિ રેલી નીકળી.
રેલીને જિલ્લા શિક્ષણાધિકારીએ
લીલી ઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન.
અને તમામ મતદારોને મતદાનમાં અચૂક ભાગ લેવાનો સંદેશો આપ્યો.
રાજપીપલા,તા. 20
આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લાતાલુકા પંચાયત નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ અન્વયે નર્મદા જિલ્લાની જનતા વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃત્તિ કેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનાં માર્ગદર્શન હેઠળ આજે રાજપીપલા ખાતે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી મતદાર જાગૃત્તિ રેલી નીકળી હતી. જેનેજિલ્લા શિક્ષણાધિકારી જ્યેશભાઇ પટેલે રાજપીપલા જિલ્લા ન્યાયાલય ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. મતદાર જાગૃત્તિનાં બેનર્સ સાથેની આ રેલી જિલ્લા ન્યાયાલયથી સ્ટેશન રોડ, સફેદ ટાવર થઇને સરદાર ટાઉનહોલ ખાતે પહોંચીને રેલીનું સમાપન થયું હતું. જેમા વિવિધ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ, એનએસએસ ના છાત્રો સહિત શિક્ષકો આ રેલી જોડાયા હતા અનેતમામ મતદારોને મતદાનમાં અચૂક ભાગ લેવાનો સંદેશો આપ્યો હતો.
મતદાર જાગૃત્તિ રેલીમાં મતદાન – મહાદાન, મત આપો દેશ બચાવો, ૧૮ વર્ષની કરી ઉંમર પાર, હવે મળ્યો મતનો અધિકાર, ચાલો આપણે કરીએ મતદાન, વોટ ફોર અ બેટર ઇન્ડિયા, જન જન યહી પુકાર, વોટ ડાલો અબકી બાર, લોકશાહીની નમ્ર અરજ, મતદાન એ પવિત્ર ફરજ, આપકા મતદાન લોકતંત્રકી જાન, છોડો અપને સારે કામ, પહલે ચલો કરે મતદાન, મારો મત મારી સરકાર, એક વોટ સે હોતી જીત-હાર-ઇસલીયે કોઇ વોટ ન હો બેકાર, વોટ હમારા હૈ અધિકાર-કરે નહીં ઇસકો બેકાર , લોકોતંત્ર કા પર્વ મનાયેંગે-વોટ ડાલને જરૂર જાયેંગે, છોડો આપના બધા કામ-ચાલો કરીએ પહેલા મતદાન, તમારો મત લોકતંત્રની જાન, મતદાનનું મૂલ્ય સમજીએ -મતદાનની તક ના ગુમાવીએ, યુવાઓનું મતદાન એ લોકશાહીની શાન છે, લોકશાહી કરે પોકાર-મતદાન કરો કરી વિચાર, અમને મળ્યો છે મતઅધિકાર-અમે લાવીશું અમારી સરકાર વગેરે જેવા બેનર્સ-પ્લેકાર્ડ સાથેની આ રેલીએ નગરજનો માં અચૂક મતદાન કરવાનો સંદેશો ગુંજતો કર્યો હતો અને તા.૨૮ મી ફેબ્રુઆરીના રોજ નર્મદા જિલ્લો પણ અચૂક મતદાન કરશે તેવો સંદેશો આપ્યો હતો.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા