વિડીયોમાં PSIનો રોફ મારતી કિર્તી જેલમાં ધકેલાઈ
કિર્તી પટેલે એક વિડીયો ટીકટોક પર મુકયો છે, જેમાં પોલીસની વર્દી પહેરેલી છે. આ પોલીસની વર્દીમાં બે સ્ટાર દેખાય છે. જેથી કિર્તી પટેલ જાણે પોતે પીએસઆઈ હોવાનો રોફ દેખાડતી હોય તેવો વિડીયો છે ટિકટોક ગર્લ, કિર્તી પટેલના જામીન નામંજૂર આરોપી કિર્તી પટેલની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. ગત અઠવાડિયા દરમિયાન કિર્તીએ ટીકટોક વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. જેમાં હું જઇશ તો ચારથી પાંચને સાથે લઇને જઇશ એવું કહ્યું હતું. દરમિયાન રઘુભાઇ બોળીયા નામના વ્યક્તિએ કિર્તીને ફોન કરી આ શબ્દો કોના માટે બોલી છે એમ કહ્યું હતું. જેના જવાબમાં કિર્તીએ કહ્યુ હતુ કે તારા માટે જ બોલી છું થાય તે કરી લે એમ કહી ધાક-ધમકી આપી હતી.