દેડીયાપાડાના નવા ગામના નાનાભાઈના ખેતરમાં લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી મોટાભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર.
રાજપીપળા,તા.16
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નવાગામ ખાતે રહેતા અનિલ ઝવેરભાઈ વસાવાની ફરિયાદ મુજબ તેના ત્રણ ભાઈઓ પૈકી વચલાભાઈ રાજેશભાઈ ઝવેરભાઈ વસાવા (ઉં. વ.40) કોઈ કારણોસર અનિલભાઈના નવાગામ સીમમાં આવેલ ખેતરમાં લીમડાના ઝાડ સાથે પોતાની જાતે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બાબતે નાનાભાઈ અનિલ એ દેડીયાપાડા પોલીસમાં જાણ કરતાં પીએસઆઇ એ. આર. ડામોર સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા