રાજપીપળાની બેંક ઓફ બરોડામાં હકહેઠઠભીડ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. છેલ્લા 10 દિવસથી એટીએમમાં પ્રિન્ટર મશીન બંધ હોવાથી ગ્રાહકોને ભારે હાલાકી.

રાજપીપળાની બેંક ઓફ બરોડામાં હકહેઠઠભીડ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા.
છેલ્લા 10 દિવસથી એટીએમમાં પ્રિન્ટર મશીન બંધ હોવાથી ગ્રાહકોને ભારે હાલાકી.
રાજપીપળા,તા.25
રાજપીપળા સ્ટેશન રોડ પર આવેલ બેંક ઓફ બરોડામાં શનિ-રવિ એમ બે દિવસની રજા બાદ આજે સોમવારે બેંક ઉઘડતા બેંકમાં ગ્રાહકોને હકડેઠઠ ભીડ જામી હતી. બેંકની બહાર અને બેન્કની અંદર લાંબી લાંબી કતારો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના રીતસરના ધજાગરા ઉડયા હતા. કોઈપણ જાતનું સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હતું, કેટલાકે તો માસ્ક પણ પહેર્યા નહોતા.આવી ભીડમાં કોરોના સંક્રમણ થવાની દહેશત વચ્ચે ગ્રાહકોમાં બેંકમાં આવી ભીડમાં અંદર જવા માટે પણ ફફડાતા હતા.
તો બીજી તરફ રાજપીપળાની બેંક ઓફ બરોડા માં છેલ્લા 10 દિવસથી એટીએમમાં પ્રિન્ટર મશીન બંધ પડ્યું છે. અને મશીન પર એન્ટ્રી મશીન બંધ છે.એવું બોર્ડ પણ માર્યું છે.તેથી પાસબુકમાં એન્ટ્રી કરાવી પ્રિન્ટ માટે આવતા ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.બેન્કની અંદર કર્મચારીઓ પાસબુકમાં એન્ટ્રી પાડી આપતા ન હોવાથી ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજપીપળાની કાળિયાભૂત મંદીર પાસે આવેલ બેંક ઓફ બરોડામાં પણ પ્રિન્ટ કાઢવાનું મશીન ખોટકાયેલું બંધ પડેલું હોવાથી ભારે મુશ્કેલી પડી રહી છે.ત્યારે બેંક સત્તાવાળાઓ સત્વરે ખોટકયેલ મશીન ચાલુ કરાવે તેવી ગ્રાહકોએ માંગ કરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા