નર્મદાના ગોલવણ ગામની સીમમાં રાત્રિના મોબાઈલની બેટરીના અજવાળા માં જુગારની રેડ કરતા પાંચ જુગારીયાઓ ઝડપાયા.
સ્થળ પરથી નાસી જનાર આરોપીને વોન્ટેડ જાહેર કરાયો.
રાજપીપળા,તા.24
પ્રોહીબીશન તથા જુગારના દુષણને ડામવા માટે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિંમકરસિંહ તરફથી વધુમાં વધુ બાતમીદારો રોકી પ્રોહીબીશન જુગારના કેસો શોધી કાઢવા સારું સૂચના મળેલ જે સૂચના આધારે નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર રાજપીપળા ડિવિઝનના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા સારું સૂચનાઓ મળતાં તેના આધારે પો.સ.ઇ એ.આર. ડામોર તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળેલા હતા, તે વખતે એ. હે.કો અરવિંદભાઈ કેલ્યાભાઈને ખાનગી બાતમીદાર થી બાતમી મળેલ કે ગોલવણ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તાપાનાનો હારજીતનો જુગાર રમે છે.જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા કેટલાક ઈસમો રાત્રિના અંધારામાં મોબાઈલની બેટરીના અજવાળા માં ગોળ કુંડાળું વળી પૈસા વડે જુગાર રમી રહ્યા છે. અને ચારે બાજુ થી કોર્ડન કરી રેડ કઈ સ્થળ ઉપરથી ચંદ્રકાંતભાઈ નરપતભાઇ વસાવા, ચુનીલાલ ધનજીભાઈ વસાવા,અક્ષયભાઈ માનસિંગભાઈ વસાવા, કાશીરામભાઈ ફતુભાઇ વસાવા, સેગજીભાઈ હીરાભાઈ વસાવા તમામ (રહે, ગોલવણ ફળિયા )પાસેથી અંગજડતીના રોકડા રૂ. 5,000/- તથા દાવ પરના રોકડા રૂ. 250/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ.1 કિ. રૂ. 1000 /- તથા પાના પત્તાનો મળી કુલ કિં. રૂ.6250/- ના જુગાર ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ સ્થળ પરથી નાસી જનાર આરોપી કારણસિંગભાઈ પ્રતાપભાઈ વસાવા (રહે, ગોલવણ )ને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટ : જ્યોતી જગતાપ, રાજપીપળા