કેવડિયામા કોંગ્રેસના 10 ધારાસભ્યોની પોલીસે કરી અટકાયત.કોંગ્રેસના 10 વિધાનસભાના ધારાસભ્યો અને કોંગ્રેસ આગેવાનો જિલ્લા કલકેટર નર્મદાની મુલાકાત કરી.

રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે કેવડિયા અને 6 ગામોના લોકોની પણ ધારા સભ્યો એ મુલાકાત કરી

કોંગ્રેસે કલેક્ટર કચેરીની બહાર ધારદાર નારાઓ લગાવ્યા

સરકાર હમસે ડરતી હે, પુલીસ કો આગે કરતી હે’, કોંગ્રેસના 10 ધારાસભ્યોની અટકાયત

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

રાજપીપલા તા 30

સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધૂરા પ્રોજેકટ પુરા કરવા અને નવા પ્રોજેક્ટો માટે જગ્યા ની જરૂર હોય હાલ સરકાર દ્વારા કેવડિયામાં ફેન્સિંગ કરવામાં આવી રહ્યું છે જે.મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે અને લોકો પરેશાન છે. રોજ પોલીસ અને સ્થાનિક આદિવાસીઓ સાથે ઘર્ષણ થતું હોય આ બાબતે આદિવાસીઓની સમસ્યા જોવા અને કેવડિયા વિવાદ મુદ્દે કોઈ સમાધાન થાય એ માટે કોંગ્રેસના 10 વિધાનસભાના ધારાસભ્યો અને કોંગ્રેસ આગેવાનો જિલ્લાકલકેટર નર્મદાની મુલાકાત કરી હતી. ત્યારબાદ રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે કેવડિયા અને 6 ગામોના લોકોની.મુલાકાત કરી હતી અને તેમના તમામ પ્રશ્નસાંભળવામા આવ્યા હતા. આ મામલે ઉગ્ર આંદોલન ધારણ થાય તેવી સ્થિતિ વચ્ચે દરમિયાનગીરી કરવા આવેલા કોંગ્રેસના 10 ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી છે. કોંગ્રેસે કલેક્ટર કચેરીની બહાર ધારદાર નારાઓ લગાવ્યા હતા અને કહ્યું હતું કે ‘સરકાર હમસે ડરતી હે પુલીસ કો આગે કરતી હે’
આ મામલે ગ્રામજનો નું કહેવું છે કે અગાવ જે 6 ગામના લોકો એ પોતાની જે જમીનો આપી જેનું વર્તળ આજદિન સુધી મળ્યું નથીને હાલ લોકડાઉનમાં અમારી રોજગારી પણ ચાલતી નથી. ત્યારે સરકારના લોકડાઉનનું પુરે પૂરું પાલન કરીયે છીએ અને પોલીસ અને તંત્ર અમારી જમીનો પર ફેન્સીંગ કરી અમારી જમીન લઈ લેછે.

ત્યારે હવે આ મુદ્દો રાજકીય બન્યો છે અને ગામજનો પણ હવે આ જમીન સરકાર ને ન આપવાનો નિર્ણય લીધો છે. સરકાર પાસે પહેલાં પોતાની જમીન નું વળતર અને જમીન સામે જમીન ની માગણી કરે છે નહિ તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
કેવડિયા મામલે નર્મદા જિલ્લાની રાજનીતિ ગરમાઈ છે. ભાજપના સાંસદે ગઈકાલે આ કામગીરી સ્થગિત કરવા માટે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખીને જાણ કરી હતી જોકે, આજે તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાજ્ય અને કેન્દ્રમા ભાજપ સરકાર યોગ્ય રીતે કામ કરી રહી છે અને તેને બદનામ કરવા માટે કોંગ્રેસ ષડયંત્ર કરી રહી છે. કોંગ્રેસના સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે.કોંગ્રેસે આ વિવાદ તેમના કાર્યકાળમાં ઉકેલવાની જગ્યાએ ગુંચવવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસ અહીંયા રાજકીય સ્ટંટ કરવા માટે આવે છે.અહીંનું શાંત વાતાવરણ બગાડવા આવે છે. કેવડીયાનો પ્રશ્ન કોંગ્રેસનું પાપ છે.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા