નાંદોદ તાલુકાના રીંગણી ગામે બસ સ્ટેન્ડ પાસે હાઈવે રોડ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત
અકસ્માતમા બાઈક પર ફરજ પરથી પાછા ફરતા બાઈક સવારજીઆરડી જવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત
રોષે ભરાયેલા લોકોએ ટ્રકમાં આગ ચાંપી દેતા ટ્રક ભડકે બળી
રાજપીપળા થી આવેલ ફાયર બ્રિગેડનાં જવાનોએ આગને કાબૂ મા લીધી
રાજપીપળા, તા 23
નાંદોદ તાલુકાના રીંગણી ગામે બસ સ્ટેન્ડ પાસે હાઈવે રોડ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા ટ્રક ચાલકે મોટરસાયકલ ઉપર સવાર જિઆરડી જવાનને અડફેટમાં લેતા જીઆરડીજવાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું .આ અંગે આમલેથા પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે આમલેથા પોલીસ મથકમાં ફરિયાદી શનુભાઈ જેઠા ભાઈ વસાવા (રહે, નવાગામ)એહાઇવા ટ્રક નંબર જીજે 21-વી-1319નાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે .
બનાવની વિગત અનુસાર ફરિયાદી શનુભાઈનાં ભાઈ નિલેશભાઈ જેઠા ભાઈ વસાવા જિઆરડી જવાન પોતાની મોટરસાયકલ નંબર જીજે 22 k 6650 ઉપર પોતાનીફરજ બજાવી રાજપીપળા થી નવાગામ જઈ રહ્યા હતા ત્યારે રીંગણી ગામના બસ સ્ટેન્ડ પાસેટ્રક ચાલકે પોતાની ટ્રક પૂરપાટ વેગે અને ગફલત ભરી રીતે હંકારી ચ
મોટરસાઈકલને અડફેટમાં લેતા જીઆરડી જવાન રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા .અનેતેમને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ જવાનનુંકરુણ મોત નીપજયું હતું. જોકે ટ્રક ચાલક ટ્રકમૂકીને નાસી જતા રોષે ભરાયેલા લોકોએ ટ્રકમાં આગ ચાંપી દીધી હતી.જેને કારણે ટ્રક ભડકે બળવા લાગતા આગની જાણ પાલિકા રાજપીપળાના ફાયર બ્રિગેડના જવાનોને કરતા ફાયર બ્રિગેડના
જવાનો ઘટનાસ્થળે પહોચી ગયા હતા. આગને કાબુમાં લીધી હતી .આ અંગે આમલેથા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી નોંધી કાર્યવાહી હાથ ધરી છે
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા