*સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે ભૂતપૂર્વ મેયર નિરંજન ઝાંઝમેરાની વરણી*
નિરંજન ઝાંઝમેરા 2013થી 2015 સુધી શહેરના મેયર રહી ચૂક્યા છે શહેરમાં ભૂતપૂર્વ મેયર રહી ચૂકેલા નિરંજન ઝાંઝમેરાની વરણી કરવામાં આવી છે. તેઓની વરણી થતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી છે પેટાચૂંટણીના પરિણામની પૂર્વ સંધ્યાએ ભાજપે જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોના નામ જાહેર કર્યા
*
*આજે પરિણામને જોતા ભાજપ કાર્યાલયમાં લાડ્ડુ બનાવાની તૈયારીઓ*
બિહારમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સૌ કોઈની નજર પરિણામ પર (અ)ટકેલી છે. આ ચૂંટણીની પરિણામ આજે આવવાનું છે. બિહારમાં 28 ઓક્ટોબર, 3 અને 7 નવેમ્બરના રોજ ત્રણ તબક્કામાં અહીં મતદાન યોજાયુ હતું.
*
*લાંચ કેસમાં નાયબ મામલતદાર નિલેશ પરમારને પકડવા ચક્રો ગતિમાન*
કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદારનો સાગરીત લાંચ લેતા ઝડપાયો
નવસારી કલેક્ટર કચેરીમાં ચીટનીશ વિભાગના નાયબ મામલતદારનો સાગરીત 3.78 લાખની લાંચ લેતા ઝડપાયો છે. નાયબ મામલતદાર નિલેશ પરમાર વતી વચેટીયો અલ્તાફ એસીબીના છટકામાં ઝડપાઈ ગયો છે. નાયબ મામલતદાર નિલેશ પરમારને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
*
*રમેશ દેસાઈન એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ લેતો પકડાયો*
ચાણસ્મા પાલિકાનો કરાર આધારીત સંગઠક ACBના છટકામાં પકડાયો
પાટણની ચાણસ્મા પાલિકામાં કરાર આધારિત સમાજ સંગઠકનું કામ કરતા રમેશ દેસાઈને એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ લેતો રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તેણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજૂર થયેલા સહાયના હપ્તા માટે લાભાર્થી પાસે રૂ. 5 હજારની માગ કરી હતી
*
*ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં લૂંટ*
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં કંપનીના કર્મચારીને બંદૂક બતાવી બંધક બનાવ્યા બાદ લૂંટની ઘટના બની છે. કરોડો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ ચલાવીને લૂંટારૂઓ કારમાં ફરાર થઇ ગયા છે. શહેરમાં એલર્ટ પણ જાહેર4 કરોડના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટ ચલાવીને લૂંટારાઓ કારમાં ફરાર થઇ ગયા છે
*
*પાટિલે બનાવી નવી ટીમ*
પેટા ચૂંટણીના પરિણામો પહેલા ભાજપના પ્રમુખ સી આર પાટિલની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા અને શહેરના પ્રમુખોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પાટિલની ટીમમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, તો અનેક શહેરોમાં પ્રમુખોને રિપીટ પણ કરવામાં આવ્યા છે.
*
*તોડ કરવા આવેલી મહિલા પોલીસ ગેંગનો પર્દાફાશ*
અમદાવાદ ખાડીયામાં તોડ કરવા આવેલી નકલી મહિલા પોલીસ ગેંગનો પર્દાફાશ થયો છે. ચારેય મહિલાઓ નકલી પોલીસ બની ખાડિયામાં એક મહિલાના ઘરમાં ઘૂસી હતી. જ્યા મહિલાઓ પર દેહે વેપારનો આરોપ લગાવીને રૂપિયા 30 હજારની માંગણી કરી હતીઘરમાં ઘુસેલી મહિલાઓએ મોઢા પર દુપટ્ટો લગાવ્યો હતો. જો કે તેમની વર્તણૂંક ઉપર શંકા જતા ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે પ્રીતિ જાદવ, પ્રિયંકા મકવાણા, અંકિતા પરમાર અને દિપાલી પરમારને ઝડપી પાડી હતી
*
*અહીં 13 ફૂંટ ઉચ્ચા મેરાયામાં તેલ પુરવાની પ્રથા*
મોડાસા તાલુકાના શામપુર ગામના ડુંગર આવેલા તેર ફૂટ ઉંચા મેરાયામાં ગ્રામજનો દિવાળીના દિવસે તેલ પુરે છે, અને દેવ દિવાળી સુધી તેની પૂજા કરે છે. શામપુરાના ડુંગર પર પ્રગટાવાયેલા મેરાયાંનો પ્રકાશ આસપાસના રામપુર, ગઢડા, ખંભીસર, સરડોઇ, મેઢાસણ, લાલપુર, નવા, દાવલી સહિતના ગામમાં જોવા મળે છે.
*
*ગુજરાતમાં ક્યારે શરૂ થશે શાળાઓ*
દિવાળી બાદ રાજ્યમા શાળાઓ શરૂ થાય તેવી શક્યતા છે. આ માટે શિક્ષણ વિભાગે SOP તૈયાર કરી છે. દિવાળી બાદ શાળા કયા ધોરણે શરૂ કરી શકાય અને શું સાવચેતી રાખી શકાય તે તમામ મુદ્દાઓને SOPમાં આવરી લેવામાં આવ્યા છે. આવતીકાલે યોજાનાર કેબિનેટ બેઠકમાં શાળા કોલેજો શરૂ કરવા સંદર્ભે તૈયાર થયેલી SOPને રજૂ કરવામાં આવશે
*
*દિવાળીમાં તમામ હોસ્પિટલોમાં ડોક્ટર્સને ડ્યૂટી પર રહેવા તાકીદ*
દિવાળીના તહેવાર પર મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત તમામ હોસ્પિટલમાં ડોક્ટરોને ડ્યુટી પર હાજર રહેવા તાકીદ કરવામા આવી છે. એલ.જી. હોસ્પિટલ, નગરી હોસ્પિટલ, શારદાબહેન જેવી હોસ્પિટલમા આવનાર દર્દીઓને 24 કલાક મેડીકલ સેવા ઉપલબ્ધ રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
*
*કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે*
અમદાવાદ આવશે અને પરિવાર સાથે દિવાળીના તહેવારો મનાવશે. ધનતેરસ અને ચોપડાપૂજન દરમિયાન પોતાના પુત્રની ઓફિસે અમિત શાહ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે પણ અમિત શાહ પરિવાર સાથે દિવાળી મનાવે તેવી શક્યતા છે.
*
*લર્નીંગ લાયસન્સની પ્રક્રિયા ITIને સોંપાઈ*
અમદાવાદ આરટીઓ કચેરીમાં કામનું ભારણ ઘટાડવા માટે લર્નીગ લાયસન્સની પ્રક્રિયા ITI સેન્ટરોમાં અપાઈ છે. જો કે ITI ને કામગીરી સોંપતા લોકોમાં રોષ ફેલાયો હતો લાયસન્સની કામગીરી RTO ને પરત સોંપવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને નીતિન ગડકરીને રજૂઆત કરાઇ હતી.
*
*અમદાવાદ પૂર્વ વિપક્ષી નેતાનું ફેસબુક આઈડી બનાવી પૈસાની કરી માગણી*
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. કોઈ વ્યક્તિ દ્વારા દિનેશ શર્માનું ફેક ફેસબુક આઈડી બનાવીને પૈસાની માગણી કરવામાં આવતી હતી. આ બાબત સામે આવતાં દિનેશ શર્માએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
*
*આંટીઘૂંટીવાળા નિયમોથી ફટાકડાના વેપારીઓ મૂંઝાયા*
સુરતના ઉમરા વિસ્તારમાં પાલિકા સંચાલિત પાર્ટી પ્લોટ પર લાગતા બાર જેટલા ફટાકડા સ્ટોલની સામે આ વર્ષે માત્ર ત્રણ સ્ટોલ જ લાગ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી મોડે મોડે પરવાનગીની અસર ફટાકડાના વેપારીઓ પર પડી છે. બીજી તરફ દિવાળી પર લુમ્સ અને આતશબાજી ફોડવા પર શહેર પોલીસ કમિશનરે પ્રતિબંધ મુક્યો છે.જેથી અગાઉથી લૂમ્સ અને ફટાકડાનો સ્ટોક કરી બેઠેલા વેપારીઓ ચિંતામાં મુકાયા છે.
*
*ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જીઈબીને પત્ર લખ્યો*
થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જીઈબીને પત્ર લખ્યો છે..જીઇબીને પત્ર લખી કરબૂણ ગામે ગૌશાળા પાસેથી પસાર થતી હેવી વીજ લાઇન ખસેડવા વિનંતી કરી છે 2 દિવસ અગાઉ વીજ લાઇનને કારણે ઘાસમા આગ લાગી હતી જેને પગલે ધારાસભ્યએ તાત્કાલિક સર્વે કરી વીજ લાઇન ખસેડવા માંગ કરી છે
*
*હવે મફત નહીં વાપરી શકો ગૂગલની એપ*
ગૂગલ ફોટોઝમાં કેટલાક એડિટિંગ ટૂલનો ઉપયોગ કરવા માટે ગૂગલ વન સબ્સ્ક્રિપ્શન લેવું પડશે. ગૂગલ પોતાની ફોટોઝ એપના કેટલાક ફિલ્ટર્સ પેઇડ કરવાનું છે. આ ફિલ્ટર્સ અનલૉક કરવા માટે ગૂગલ વન સબ્સ્ક્રિપ્શની જરૂર પડશે.
*
*મહેસાણાનો ડેવલપમેન્ટ પ્લાન મંજૂર*
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તર ગુજરાતના આર્થિક-વ્યાપારિક ગતિવિધિઓના મહત્વના શહેર મહેસાણાનો ડેવલપમેન્ટ પ્લાન એક જ દિવસમાં મંજૂર કરીને ત્વરિત નિર્ણાયકતાનો પરિચય આપ્યો છે.
*
*પાલનપુરમાં તમંચા સાથે 4 ઝડપ્યા*
પાલનપુર SOGએ બાતમીને આધારે અમદાવાદ પાસિંગની મારૂતી સ્વીફ્ટ કારમાં આબુથી 4 શખ્સો ગેરકાયદેસર હથિયાર સાથે અમીરગઢ આવતા ચારેયને ઝડપી પાડ્યા હતા. પોલીસે દેશી તમંચા અને કાર સહિત 1.17 લાખનો મુદ્દામાલ કબજે કરીની ચારેયની ધરપકડ કરી પોલીસને હવાલે કરાયા હતા
*
*ગુજરાતમાં CNG સ્ટેશન નવા 164 કાર્યરત થશે*
મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગરથી CNG સહયોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો ગુજરાતમાં વાહનોથી થતાં પ્રદૂષણમાં ઘટાડો થાય અને વાહન ચાલકોને સરળતાથી CNG ગેસ મળી રહે તે માટે રાજ્ચમાં પ્રદૂષણ મુક્ત CNGનો ઉપયોગ વ્યાપક બનાવવા માટે નવી પહેલ શરુ કરાઈ છે..164 નવા CNG સ્ટેશન કાર્યરત કરવા માટેના લેટર ઓફ ઈન્ટેટનો ઈ-વિતરણ સમારોહ દરમિયાન બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો
*
*પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો*
ભાવનગરમાં ગુરૂજી કે બાપુજીના નામથી જાણીતા તખ્તસિંહજી પરમાર માર્ગ નામાભિધાન સમારોહ અને પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં વિભાવરીબેન દવે, જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ હાજર રહ્યા
*
*ગાંધીનગર ખાતે રોબોટનું લોકાર્પણ*
સાબરમતી ગેસ કંપની દ્વારા ગાંધીનગર શહેરના ડ્રેનેજની સફાઇ માટે આપવામાં આવેલ બેન્ડીકુટ રોબોટનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી
*
*સ્વ.કેશુબાપાના અસ્થિનું વિસર્જન*
અમદાવાદ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનાં અસ્થિનું વિસર્જન સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ પર કરાયું હતું. જ સ્વ. કેશુબાપાના પરિવારજનો સોમનાથ આવી પહોંચ્યા અસ્થિ વિસર્જન વિધિ દરમિયાન કેશુભાઈ પટેલના ત્રણે પુત્રો ભરતભાઈ, અશોકભાઈ અને મહેશભાઈ હાજર રહ્યા હતા.
*
*સુરત પુણામાં કુટણખાનું પકડાયું 5 ઝડપાયા માલિક વોન્ટેડ*
સુરત પુણા પાટિયા પાસે આવેલ સીટાડેલ શોપ સેન્ટરમાં સ્પામાં ચાલતા કુટણખાણામાં પોલીસે દરોડા પાડીને મેનેજર સહિત પાંચની ધરપકડ કરી હતી પુણા પોલીસના જણાવ્યા અનુસાર તેમને મળેલી બાતમીના આધારે પુણા પાટિયાના સીટાડેલ શોપ સેન્ટરમાં આવેલ પ્રિન્સ સ્પામાં દરોડો પાડ્યો હતો.
*
*ટીનેજરે તો લાંબા વાળનો પોતાનો જ રેકૉર્ડ તોડ્યો*
અમદાવાદ અરવલ્લી જિલ્લાના મોડાસા ગામમાં રહેતી ૧૮ વર્ષની નીલાશી પટેલે સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો પોતાનો જ રેકૉર્ડ તોડ્યો છે.અરવલ્લી જિલ્લાના મોડાસા ગામમાં રહેતી ૧૮ વર્ષની નીલાશી પટેલે સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો પોતાનો જ રેકૉર્ડ તોડ્યો છે.
*
*સવાયા ગુજરાતી ફાધર વાલેસનું સ્પેનમાં 95 વર્ષની વયે નિધન*
નવી દિલ્હી ગુજરાતી ભાષામાં તેમનાં સત્તરેક પુસ્તકો પ્રગટ થયા જેમાના કેટલાક તો બેસ્ટ સેલર બની રહ્યા, સાહિત્ય જગત શોકમાં’સવાયા ગુજરાતી’ નામે જાણીતા ગુજરાતી સાહિત્યકાર કાર્લોસ જોસે વાલેસ ફાધર વાલેસ નું 95 વર્ષની ઉંમરે તેમના વતન સ્પેનમાં નિધન થયું છે.
*
*અર્નબ ગોસ્વામીને જામીન નહીં નીચલી અદાલતમાં અપીલ કરો*
મુંબઈ હાઈકોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને જામીન આપ્યા નથી, જેથી હાલમાં અર્નબ જેલમાં જ રહેશે. ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવાના આરોપમાં મુંબઇ પોલીસે 4 નવેમ્બરના રોજ અર્નબની ધરપકડ કરી હતી.
*
*વડાપ્રધાનએ વારાણસીમાં 700 કરોડથી વધુ યોજનાઓનું લોકાર્પણ*
નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય વિસ્તાર વારાણસીને દિવાળીની ભેટ આપી છે. પીએમ મોદીએ લગભગ 700 કરોડથી વધુની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો.
*
*સુરત જૈન સમાજે પાટીલને રજતતુલા સન્માન આપ્યું*
સી.આર.પાટીલનું સન્માન માત્ર જૈન સમાજ દ્વારા જ નહીં સમગ્ર સુરત શહેર દ્વારા થવું જોઈએ એવી લાગણી વ્યક્ત કરીએ છીએ સુરતમાં સી.આર.પાટીલનું વેસુના વિજયાલક્ષ્મી હોલમાં 8મી નવેમ્બરે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું સુરતના જૈન સમાજ દ્વારા 101 કિલો ચાંદીથી રજતતુલા સન્માન કરાયું હતું. સુરતમાં બિરાજમાન જૈનાચાર્યો દ્વારા સી.આર.પાટીલ માટે આશીર્વાદ પત્રો અપાયા હતા,
*
*સુનીલ શેટ્ટીને મળ્યો ‘ભારત રત્ન ડૉ આંબેડકર એવૉર્ડ*
મુંબઈ કોરોના મહામારી દરમિયાન રાહત કાર્યોના યોગદાનને જોતા ભારત રત્ન ડૉ આંબેડકર પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા છે. કોરોના કાળમાં બોલીવુડ સિતારા પણ આગળ આવીને લોકોની મદદ માટે તત્પર હતા.
*
*જાહેર રોડ અને ગલીઓમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ*
અમદાવાદ: રાજ્યમાં ફટાકડા ફોડવાને લઈ રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી સુપ્રીમ કોર્ટના જાહેરનામાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યા હતા. અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા ફટાકડા ફોડવાને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે
*
*ધોરાજીમાં સોનું ખરીદતા ગ્રાહકોને પોલીસ ઘર સુધી પહોંચાડશે*
ધોરાજીમાં દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં કોઈ ચીલ ઝડપનો બનાવ ન બને તે હેતુથી સોનું ખરીદીને દુકાનેથી જતા ગ્રાહકોને સોનીની દુકાનથી તેમના નિવાસ સ્થાન સુધી પોલીસ સુરક્ષા આપશે
*
*દીવમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 67 ટકા મતદાન*
દીવ, દીવ ખાતે ગ્રામ અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૧૯ બેઠક માટે મતદાન થયું હતું. જેમાં કુલ મતદાન ૬૭ ટકા જોવા મળ્યું હતું. એમાય પુરુષો કરતા મતદાન કરવામાં મહિલાઓ મખોરે રહી હતી. ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમ માં કેદ થયું હતું. આગમી તા.૧૧ના પરિણામી જાહેર કરવામાં આવશે.
*
*માર્કેટ યાર્ડમાં સરકારી અનાજ વેચવાનું કૌભાંડ પકડાયું*
ભાવનગર રાજુલાના માર્કેટ યાર્ડમાં એક બાજુ ટેકાના ભાવે મગફળીનું વેચાણ ચાલતું હતું એ દરમ્યાન તંત્ર દ્વારા સરકારી ઘઉં અને ચોખાનો માતબર જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. સરકારી રાશનનો મસમોટો જથ્થો અહીં હરરાજી દરમ્યાન વેચી નાખવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું.
*
*શિયાળાની શરૂઆત થતા બટાટાના વાવેતરના શ્રીગણેશ*
બનાસકાંઠા જિલ્લાનો ડીસા ,શિયાળાની શરૃઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં બટાકાના વાવેતરનો પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા પાંચ વર્ષથી મંદિના કારણે આ વખતે વાવેતર ઘટયું હતું. આ વર્ષે બિયારણના ભાવ વધતા ખેડૂતોએ બટાટાનું વાવેતર ઓછું કર્યું છે. પરંતુ ફરી એકવાર આ વખતે ખેડૂતોને સારા ભાવ મળવાની આશાએ બટાટાના વાવેતરની શરૃઆત કરી છે.
*
*કોબી, ફ્લાવર, રીંગણા સહિત શાકના ભાવમાં થયેલો ઘટાડો*
અમદાવાદ અડધો આસો માસમાં વિતી ગયા બાદ વાતાવરણમાં ઠંડક શરૂ થતા શાકભાજીના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે. અને શરદપૂનમના દિવસના શાકભાજીના ભાવોમાં તો 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
*
*સુરત વાલોડ ખાતે પ્રોજેક્ટ ક્રિમસનની શરૂઆત કરવામાં આવી*
સુરત વાલોડ ખાતે લેડીઝ સર્કલ ઓફ ઇન્ડિયા અને શક્તિ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટ ક્રિમસન ની આજે શરૂઆત કરવામાં આવી છે.ઉદ્યોગ વાડી, વાલોડ ખાતે વેડછી પ્રદેશ સેવા મંડળ ના ભવનમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. લેડિઝ સર્કલના રતીકા ભાટિયા, રુચિ મંછાની તેમજ અન્ય હોદ્દેદારો હજાર રહ્યા હતા શક્તિ ફાઉન્ડેશનના ડો સોનલ રોચાણી વેડછી પ્રદેશ સેવા મંડળના તરલા શાહ ઉપસ્થિત રહ્યા હતા
*