નર્મદામા બે નાયબ કલેકટર અને ત્રણ નાયબ પોલીસ અધિક્ષકની બદલી

નર્મદામા બે નાયબ કલેકટર અને ત્રણ નાયબ પોલીસ અધિક્ષકની બદલી
રાજપીપળા,તા. 23
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટાણે ગુજરાત સરકારે ડેપ્યુટી કલેકટર નાયબ પોલીસ અધિક્ષક ની બદલીના આદેશો કર્યા છે.જેમાં નર્મદા જિલ્લામાં બે ડેપ્યુટી કલેકટર અને ત્રણ નાયબ પોલીસ અધિક્ષકની બદલીના આદેશો કરાયા છે. જેમાં નર્મદા જિલ્લાના ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર નર્મદાના એ આઈ હળપતિની બદલી ડેપ્યુટી કલેકટર તરીકે નર્મદા ખાતે કરવામાં આવી છે. સાથે સાથે તેમને ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર નર્મદાનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.તે ઉપરાંત ડેપ્યુટી કલેકટર (પ્રોટોકોલ) કલેકટરેટ નર્મદાના એ અસારી ની બદલી ડેપ્યુટી કલેકટર મધ્યાહન ભોજન યોજનાના કલેકટર કચેરી નર્મદા ખાતે બદલી કરવામાં આવી છે.સાથે સાથે તેમને ડેપ્યુટી કલેકટર પ્રોટોકોલનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.
એ ઉપરાંત નર્મદા જિલ્લાના અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક સાગર દિનેશ રાઠોડની બદલી નાયબ પોલીસ અધિક્ષક તરીકે આઈબી ફોર સબસેન્ટર એસીએમ સિક્યુરિટી ગાંધીનગર ખાતેની ખાલી જગ્યાએ બદલી કરવામાં આવી છે. જ્યારે બહારથીબે નાયબ પોલીસ અધિક્ષકની નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે બદલી કરવામાં આવી છે .જેમાં સુરજીત ઘનશ્યામ મેરુ જિ. ભરૂચ ના નાયબ પોલીસ અધિક્ષકને કેવડીયા કોલોની ખાતે ઊભી થયેલી નવી જગ્યાએ પોલીસ અધિક્ષક તરીકે કરવામાં બદલી કરવામા આવી છે. ઉપરાંત કુ.ઋતુ અમરસિંહ રાબા કચ્છ જિલ્લા પૂર્વ ગાંધીધામના નાયબ પોલીસ અધિક્ષક તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી સલામતી, કેવડિયા કોલોની ખાતેખાલી જગ્યાએ બદલી કરવામાં આવી છે.

તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા