કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારના રોજ દિલ્હીની ચૂંટણીમાં જાહેરસભા દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટી પર બરાબરના પ્રહારો કર્યા હતા. દિલ્હીમાં પોતાની પહેલી ચૂંટણી સભા કરી રહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી. તેમણે પોતાના ભાષણમાં મોદી અને સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારી કંપનીઓમાં રોકાણ પર રાહુલ બોલ્યા કે, તમામ લોકો કહી રહ્યા છે કે, મેડ ઈન ચાઈનાથી દેશને ખતરો છે, દરેક લોકો ભારત તરફ જોઈ રહ્યા છે અને કહે છે કે, શું તમે ચીનને ટક્કર આપી શકશો. તેમણે વડાપ્રધાન મોદી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મોદીએ મેક ઈન ઈન્ડિયાનું સૂત્ર આપ્યું હતું, પણ ફેક્ટ્રી નથી લગાવતા, હવે બધુ વેચવા બેઠા છે.ઈન્ડિયન ઓઈલ, એર ઈન્ડિયા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, લાલ કિલ્લો, કાલે તાજમહેલ પણ વેચી દેશે
Related Posts
ગુજરાત ટ્રાફિક પોલીસની પોલીસ સામે ટ્રાફિક ડ્રાઈવ
ટ્રાફિક JCP એ 1 અઠવાડિયા સુધી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર પોલીસ કર્મચારી સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટેની ડ્રાઇવનું આયોજન કર્યું…
*આજથી ધો- 12ની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ, 388 કેન્દ્રો પર 1.17 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા*
ધોરણ 12ની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં 1.17 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. સવારે 10 વાગ્યાથી પારંભ પરિક્ષાનો થશે. રાજ્યમાં 12…
ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિધાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો.
ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિધાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો. માનનિય પ્રધાનમ્ંત્રી શ્રી નરેંદ્ર્ભાઇ મોદી એ સ્કોલરશિપ યોજના…