તિલકવાડા એપીએમસીમાં વેપારી વિભાગની 4 અને સંઘ વિભાગની 1 મળી કુલ 5 બેઠકો કોંગ્રેસ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા.
આ ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે સ્પષ્ટ થયેલ ચિત્ર.
હવે માત્ર ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 6 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી.
રાજપીપળા,તા.22
તિલકવાડા એપીએમસીની મુદત પુરી થતા આગામી તા.6 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજવાની છે. ત્યારે આજે ખેડૂત વિભાગની 10 બેઠકો વેપારી વિભાગની 4 અને સંઘ વિભાગની q મળી કુલ 15 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે. ત્યારે આજે આ ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું હતું.જેમાં વેપારી વિભાગની 4 અને સંઘ વિભાગની 1 મળી કુલ 5 બેઠકો કોંગ્રેસની બિનહરીફ જાહેર થઈ હતી.આમ ચૂંટણી પહેલાં જ કોંગ્રેસે 5 બેઠકો જીતી લેતાં કોંગ્રેસ છાવણી ગેલમાં આવી ગઈ હતી. હવે માત્ર ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 6 ફેબ્રુઆરી યોજાશે ચૂંટણી યોજાશે. એ ઉપરાંત સરકાર તરફથી ડાયરેક્ટ બે કોષ્ટાસભ્યો નિમાશે.
બિન હરીફ જાહેર થયેલા ઉમેદવારોમાં કોંગ્રેસના પ્રગતિ પેનલના 5 ડીરેક્ટરો બિનહરીફ જાહેર થયા હતા.તેમાં વેપારી વિભાગના મલગસાબ રાઠોડ, જયન્તિભાઈ બારીયા, તન્વીર રાઠોડ, મન્સૂર દાયમાં અને ખરીદવેચાણ સંઘ માંથી રહેમતુલ્લા ઘોરી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા.
આજે 11 કલાકે તિલકવાડા એપીએમસીમાં જિલ્લા રજિસ્ટ્રારે એસ.આર.પટેલ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં વેપારી વિભાગની 4 અને સંઘ વિભાગની1 મળી કુલ 5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર સિવાય સામે કોઈ હરીફાઈ ઉમેદવારી ઉમેદવારી પત્રક ભરતા આ પાંચેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાતા ધારાસભ્ય પી.ડી.વસાવા,પ્રદેશ મંત્રી હરેશ વસાવા તથા નર્મદા કોંગ્રેસના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા