અંકલેશ્વર થી કેવડીયા સુધીના માર્ગનું નવીનીકરણ કરવાની માંગ.

અંકલેશ્વર થી કેવડીયા સુધીના માર્ગનું નવીનીકરણ કરવાની માંગ.
કેવડિયા ખાતે સીપ્લેન આવે ફોર લેન રોડ બને, ગ્રીન રેલવે સ્ટેશનને પણ.
અંકલેશ્વર થી કેવડીયા સુધીનો માર્ગ રસ્તો બિસ્માર કેમ ?
હાલાકી ભોગવતા પરેશાન વાહનચાલકોની બિસ્માર રસ્તાની મરામત કરવાની માંગ કરી કર.
રાજપીપળા,તા.20
હાલ કેવડિયા ખાતે સીપ્લેન નઆવે છે. ફોર રોડ ટનાટન રસ્તો બતાવો બને છે.ગ્રીન રેલવે સ્ટેશન પણ આવી ગઈ પણ, કેવડીયા સુધી પહોંચવા માટેનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં થી અંકલેશ્વર થી કેવડીયા સુધીના માર્ગનું નવીનીકરણ કરવા માટે વાહન ચાલકો લાંબા સમયથી પરેશાન પરેશાની ભોગવી રહ્યા છે.તેમને આ રસ્તાનું સમારકામ કરવાની માંગ કરાઇ છે.
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા સરદાર સરોવર ડેમ અને સરદાર પટેલના સ્ટેચ્યૂ ઓફ પ્રોજેક્ટ લોકાર્પણ બાદ કેવડીયાને કરોડો રૂપિયાનો ખર્ચ કરી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. અને અનેક નવા નવા પ્રોજેક્ટ પર કામ થઇ રહ્યું છે. આવનારા સમયમાં કેવડીયા વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ તરીકે થશે. જે આપણા બધા માટે ગર્વની બાબત છે. કેવડિયાની જોડતી રેલમાર્ગ, હવાઈ માર્ગ અને વિકસાવવામાં આવ્યા છે આવનાર સમયમાં વિશ્વના પ્રવાસીઓ આ સ્થળ ની મુલાકાત લેશે જે માટી કેવડિયાની જોડતા દરેક માર્ગોને પણ વિકસાવવામાં આવ્યા છે જ્યારે નજીકના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રાજપીપળા ચોકડી થી રાજપીપળા સુધીનો માર્ગ અત્યંત બિસમાર હાલતમાં છે અને પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડી રહી છે આ રસ્તાનું નવિનીકરણ તાતી જરૂરિયાત છે આ વિસ્તારના લોકોને પણ કેવડીયા પ્રવાસન સ્થળની મુલાકાત લઇ શકે તે માટે પણ આ રસ્તાનું તાકીદે રીપેર થાય એ જરૂરી છે આ હાઈવે રોડ પરથી કરોડો રૂપિયાના માલ-સામાનનું પરિવહન આ રસ્તાઓ પરથી થાય છે.પણ રસ્તાઓ બિસ્માર હોવાથી ધૂળની ડમરી ઉડે છે.રસ્તાઓ બિસ્માર હોવાથી વાહનો ની સ્પીડ ઘટી જવાથી સમયની બરબાદી થાય છે. અને નુકસાન થાય છે, ત્યારે હાલાકી ભોગવતા પરેશાન વાહનચાલકોએ બિસ્માર રસ્તાની મરામત કરવાની માંગ કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા