*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 23/09/2020*

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*
*તા. 23/09/2020.

*PI બોડાણાની જુનાગઢ બદલી*
સુરત સસ્પેન્ડ થયેલા પીઆઈ સહિત 4 પોલીસકર્મીઓની ડીજીએ બદલીનો હુકમ કર્યો છે. જેમાં રાંદેર પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણાની મુખ્ય મથક સુરતથી પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ, એએસઆઈ એવા રાંદેર પોલીસના પીઆઈ રાઇટર કિરણસિંઘ પરમારની અમરેલી, રાંદેર પોલીસનો કોન્સ્ટેબલ અને કેશિયર અજય રમેશ બોપાલાની સુરતથી સુરેન્દ્રનગર તેમજ ઉધનાના હે.કો. વિજય બાપુ શિંદેની મુખ્ય મથક સુરતથી દેવભૂમિ દ્વારકા બદલી કરવાનો હુકમ કર્યો છે.
**
*નવા વિસ્તારોમાં સુવિધા આપવા માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત*
સુરત મનપામાં સમાવિષ્ટ 27 ગ્રા.પં.ના 31 ગામો અને 2 પાલિકામાં તાકીદે પ્રજાને પ્રાથમિક સુવિદ્યાઓ આપવા સાથે ભવિષ્યના વિકાસ માટે જરૂરી ડીપીઆર તૈયાર કરવાની કામગીરી માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત આવી છે.
**
*ઓનલાઈન ભરતી મેળાનું આયોજન*
સુરત મદદનીશ નિયામક રોજગાર કચેરી મોડલ કેરિયર સેન્ટર સુરત દ્વારા 23 સપ્ટેમ્બરના રોજ ઓનલાઈન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં બી.ઈ, બીસીએ, એમસીએ, નેટવર્કીંગ કોર્સ, ધોરણ-10,12 પાસ, સ્નાતક તેમજ બીએસસીના ઉમેદવારો ભાગ લઈ શકશે. આ ઓનલાઈન ભરતી મેળા માટે https://bit.ly/2rZc4li લિન્ક પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેની અંતિમ તારીખ 23 સપ્ટેમ્બર રહેશે. યોગ્ય લાયકાત ધરાવતા કોઈપણ વ્યક્તિ આ મેળામાં ભાગ લઈ શકશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી કંપની દ્વારા ઈન્ટરવ્યુ માટે ઉમેદવારોને ટેલિફોનિક સંપર્ક કરવામાં આવશે.
**
*જેસીઆઈ સુરત મેટ્રો હોદ્દેદારોની નિમણુક થઈ*
JCI સુરત મેટ્રો દ્વારા વર્ષ 2020 માટે નવા સભ્યો અને હોદ્દેદારોની નિમણૂંક માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ઓનલાઇન યોજાયો હતો. જેમાં હોદ્દેદારોની નિમણૂંકની સાથે ભવિષ્યના કામની રૂપરેખા પણ તૈયાર કરાઈ હતી.
**
*મથુરા કોરોના ટેસ્ટ કાંડ સમગ્ર મામલો CMOમાં પહોચ્યો*
કોરોના ટેસ્ટનો ટારગેટ પુરો કરવા માટે ડોક્ટરે 15 વખત આપ્યું પોતાનું સેમ્પલ સમગ્ર મામલો CMOમાં પહોચ્યો ઉત્તરપ્રદેશના મથુરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક ડોક્ટરે કોરોના ટેસ્ટનો લક્ષ્ય પુરો કરવા માટે 15થી વધારે વખત પોતાનો નમુનો આપ્યો છે આવુ કરતા એક ડોક્ટરની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આ વીડિયો રવિવારે સામે આવ્યો છે જેમાં બલદેવ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમા એક સ્વાસ્થ્ય કાર્યકર્તાને રાજકુમાર સારસ્વતના નમુના લેતા જોઈ શકાય છે
**
*સુરતના ડુમસમાંથી એક કરોડ ડ્રગ્સના ડિલિવરી કરવા જતા યુવકને ઝડપી લેવાયો*
ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા બાતમીના આધારે યુવકને ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે ડ્રગ્સના નેટવર્કને પકડી પાડ્યું હોય તેમ આરોપી ઝડપાયો થોડા દિવસોથી શહેરમાંથી ડ્રગ્સનું વેચાણ કરતાં આરોપીઓને ઝડપી લેવાનું અભિયાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
**
*પ્રિમીયમ ભર્યા વિના હેક્ટરદીઠ 20 હજારની સહાય મળશે*
*ખરીફ ઋતુમાં 30થી 60 % પાક નુકસાની હશે તો રાજ્યના ખેડૂતોને પ્રિમીયમ ભર્યા વિના હેક્ટરદીઠ 20 હજારની સહાય મળશે મુખ્યમંત્રી 60 % થીવધુ નુકસાની હોય તો હેક્ટરદીઠ રૂા.25 હજારની મદદ મળશે વિધાનસભા સત્ર દરમિયાન કિસાન યોજનાના ટૂંકી મુદતના પ્રશ્નમાં સહભાગી થતા યોજના ખેડૂતોને ઊંચુ પ્રિમીયમ ભરવું ન પડેએ જ ભાવનાથી જાહેર કરી છે.
**
*રાષ્ટ્રપતિ શી જિનપિંગની ટીકા કરનાર ઉદ્યોગપતિને 18 વર્ષની*
ચીનના અગ્રણી કારોબારી રેન ઝિકિયાંગને ભ્રષ્ટાચારના આરોપ હેઠળ 18 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. કેટલાક મહિના અગાઉ કોરોના વાયરસ સંકટનો સામનો કરવાને લઈ રાષ્ટ્રપતિ શી જિનપિંગની તેમણે ટીકા કરી હતી. હુઆયુઆન પ્રોપર્ટી કંપનીના ભૂતુપર્વ ચેરમેન રેન ઝિકિયાંગે 4 આરોપમાં પોતાની ભૂલ માની હતી.
**
*રાજ્યસભા પછી લોકસભામાં પણ વિપક્ષનો બોયકોટ*
કૃષિ બિલોના વિરોધમાં હલ્લો કરનારા વિપક્ષના 8 સાંસદને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વેંકૈયા નાયડુની અપીલ ગૃહમાં ચર્ચા અટકવી ન જોઈએ, સાંસદો પર કાર્યવાહી તેમના ખોટા વ્યવહારના કારણે કરાઈ છે
સંસદના મોનસૂન સત્રનો નવમો દિવસ છે.
**
*O+ બ્લડ ગ્રુપવાળાને કોરોના સંક્રમણનું જોખમ ઓછું*
ઓસ્ટ્રેલિયામાં આશરે 10 લાખ લોકોના DNA પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું CDC અમેરિકાના ડાયરેક્ટર રોબર્ટ રેડફીલ્ડે કહ્યું માસ્ક વેક્સિન કરતા પણ વધારે અસરકારક છે કોરોના વાઇરસની રસી અને એની યોગ્ય સારવાર માટે દુનિયાભરમાં રિસર્ચ ચાલી રહ્યા છે આ દરમિયાન કોરોના સંબંધિત કેટલાક ચોંકાવનારા રિસર્ચ પણ સામે આવી રહ્યા છે એમા એક વિશેષ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિઓને કોરોનાથી ઓછું સંક્રમણ થાય છે
**
*ચોંકાવનારા રિસર્ચ પણ સામે આવી રહ્યા છે*
O+ બ્લડ ગ્રુપવાળાને કોરોના સંક્રમણનું જોખમ ઓછું ઓસ્ટ્રેલિયામાં આશરે 10 લાખ લોકોનાં DNA પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે O+ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિ પર વાઈરસની અસર ઓછી થાય છે. આ પહેલા હાર્વર્ડના એક રિપોર્ટમાં પણ કહેવાયું હતું O+ બ્લડ ગ્રુપ ધરાવતા કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા ઓછી છે, પરંતુ સંક્રમણની ગંભીરતા અને ડેથ રેટમાં
**
*વેજલપુર વોર્ડના ભાજપ કોર્પોરેટરનો વિડિયો વાયરલ*
અમદાવાદના વેજલપુર વોર્ડના ભાજપ કોર્પોરેટર દિલીપ બગરિયાના વિડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ ગેરકાયદે બાંધકામને ખુલ્લેઆમ સંરક્ષણ આપી રહ્યા છે. સત્યનારાયણ સોસાયટીમાં ગેરકાયદે થયેલા બાંધકામને નોટિસ બજાવવા ગયેલા એએમસીના કર્મચારીને તેઓએ ધમકી આપીને નોટિસ પણ ફાડી નાંખી હતી. વીડિયોમાં દિલિપ બગરીયા એવું બોલતા દેખાય રહ્યા છે કે હિંમત હોય તો એક ચોક્કસ વિસ્તાર નોટિસ આપવા જવાની હિંમત કરો
**
*હવે RBIની નજર હેઠળ આવશે સહકારી બેંકો સંસદમાં મંજુરી*
લોકસભા બાદ રાજ્યસભાએ બેંકિંગ રેગ્યુલેશન બિલ 2020 માટે પણ મંજૂરી આપી દીધી હતી. હવે આ નવા કાયદા હેઠળ દેશભરની તમામ સહકારી બેંકો આરબીઆઈની દેખરેખ હેઠળ કામ કરશે વાસ્તવમાં, બેંકિંગ રેગ્યુલેશન બિલ 2020 રાજ્યસભામાંથી પસાર થઈ ગયું છે. આ કાયદાનું રૂપ આપવા માટે ખરડો હવે રાષ્ટ્રપતિને સહી માટે મોકલવામાં આવશે.
**
*પાટણમાં મળી આવ્યા અલભ્ય ધાતુના સિક્કા*
જુના સિક્કાની કલેક્ટરે ફરી ગણતરી કરાવી હતી પેટીમા સચવાયેલા આ સિકકા ઉપર ઉર્દૂ કે પર્શિયન ભાષામાં લખાણ હોય તેવું પ્રાથમિક રીતે જણાય છે. કલેક્ટરે અલભ્ય વારસા સમાન ધાતુના સિક્કા વ્યવસ્થિત રીતે વાંચી શકાય એવી રીતે ઘસાઈ કરવા જણાવ્યું છે ત્યારબાદ આ ભાષાના જાણકાર વ્યક્તિ પાસે તેનું ભાષાંતર કરવા માટે સૂચન પણ કર્યું હતું.
**
*રાહત પેકેજની ભાજપના જ ધારાસભ્યો પોલ ખોલી*
ખેડૂતો માટે સરકારે જાહેર કરેલા 3700 કરોડના સહાય પેકેજને લઈને વિપક્ષ બાદ હવે સરકારના ધારાસભ્યો જ પોલ ખોલી રહ્યા છે અને વડોદરા જિલ્લામાં નુકસાન થયુ છે તેમજ તે જિલ્લાનો પણ સહાય પેકેજ મેળનારા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી છે. વડોદરા જિલ્લાના શૈલૈષ મહેતા, કેતન ઈમાનદાર જસપાલસિંહ ઠાકોર અને અભેસિંહ તડવીએ સરકારને પત્ર લખ્યો છે. પત્ર લખી ને સરકાર ને રજુઆત કરી છે.
**
*રાજ્યમાં પોલીસ જ દારૂ વેચાણનું કામ કરે છે*
કડી પોલીસ સ્ટેશનમાં દારૂના સગેવગે કરવાનો મામલો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો કલોલ થી કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મુદ્દો ઉઠાવતા કહ્યુ કે રાજ્યમાં પોલીસ જ દારૂ વેચાણનું કામ કરે છે. રાજસ્થાન મહારાષ્ટ્ર અને એમપી બોર્ડથી દારૂ આવતો હોય છે. પોલીસ સ્ટેશનમાં બધુ વહીવટદારથી ચાલે છે. કોણે જુગાર ચલાવવો, કોણે દારૂનો અડ્ડો ચલાવવો કે કોણે વરલી-મટકા ચલાવવા તે વહીવટદાર નક્કી કરે છે.
**
*ગુજરાત સરકારે બદલી દીધા છે નિયમો*
જો ઉઠાવ્યો ફાયદો તો જામીન પણ નહીં મળે બોગસ બિલિંગના માધ્યમથી બેફામ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને કરોડો રૂપિયા ઓળવી જવાના ગુનાને બિનજામીનપાત્ર ગુનો બનાવવાના સુધારા સહિતના સુધારા સૂચવતું ગુજરાત માલ અને સેવા વેપાર અધિનિયમ 2017માં ફેરફાર કરતા ખરડાનો ગુજરાત 30ની પેટા કલમ 1માં ફેરફાર કરવામાં આવ્યો છે
**
*મહિલાઓનો ફોટો મૂકતા લોકો, બળાત્કારી લોકો વિરૂદ્ધ કડક કાયદાની હિમાયત*
સોશિયલ મીડિયા પર મહિલાઓનો ફોટો મૂકતા લોકોનું હવે આવી બનશે રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષા માટે પાસાના કડક કાયદા બનાવવા અને તે માટે પાસાના કાયદામાં સુધારો કરવાની વાત પર ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જોર આપ્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે, 15 વર્ષથી ગુજરાતને કરફ્યુ મુક્ત કરવામાં સફળતા મળી છે અને હજુ વધુને વધુ કડક કાયદાની અમલવારી થઈ રહી છે. પ્રદિપ સિંહે પાસાના ગુના હેઠળ વ્યાજખોર, સોશિયલ મીડિયા પર મહિલાઓનો ફોટો મૂકતા લોકો, બળાત્કારી લોકો વિરૂદ્ધ કડક કાયદાની હિમાયત કરી છે.
**
*ભારતમાં ચામાચીડિયાની પૂજા માનાય છે શુભ*
બિહારના વૈશાલી જિલ્લામાં એક એવું મંદિર છે જ્યા ચામાચીડિયાને ગ્રામ દેવતા તરીકે પૂજવામાં આવે છે. અહીંના લોકોનું માનવું છે કે ચામાચીડિયું સંપન્નતાનું પ્રતીક છે અને આ જ્યા વસે છે ત્યા ક્યારેય ધનની અછત નથી થતી
બિહારના વૈશાલી જિલ્લાના સરસઇ ગામમાં હજારોની સંખ્યામાં ચામાચીડિયાનો ફેલાવો છે.
**
*ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર*
રાજ્ય સરકાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિસ્તારને અલગ ઓથોરિટી સ્થાપી છે એ તર્જ પર જ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા ખાતે આવેલા શક્તિપીઠ અંબાજી વિસ્તારને અલગ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં તબદિલ કરવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે અંબાજી વિસ્તાર વિકાસ નિયમન એક્ટ-2020નો મુદ્દો તૈયાર કરવામાં આવ્યો છે
**
*ગિરનાર રોપવે પ્રોજેક્ટ હવે પુરો થવાના આરે*
ઓસ્ટ્રિયાના ચાર એન્જિનિયરોની દેખરેખ હેઠળ જૂનાગઢ પાસે આવેલા ગિરનારમાં ગિરનાર રોપવે-ની ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. જેમાં માત્ર એક ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ગિરનાર રોપવે એશિયાનો સૌથી મોટો રોપવે પ્રોજેક્ટ છે
**
*માત્ર 7 મિનિટમાં 2.3 કિમીનું અંતર કાપે છે*
ભવનાથ તળેટીને અંબાજી મંદિર સાથે જોડે છે જે માત્ર 7 મિનિટમાં 2.3 કિમીનું અંતર કાપે છે તેમ ભવનાથ તળેટી અને અંબાજી મંદિર વચ્ચે નવ ટાવર ઉભા કરવામાં આવ્યા છે જેની ઉંચાઈ ગિરનારના હજારો પગથિયા જેટલી એટલે કે 66 મીટર છે. ભવનાથ તળેટી અને અંબાજી મંદિર વચ્ચે 5000 પગથિયા છે તેમ રોપવેમાં 24 ટ્રોલીઓ લગાવવામાં આવશે દરેક ટ્રોલી આઠ વ્યક્તિઓ બેસી શકે એટલી ક્ષમતા ધરાવતી હશે આમ, એક જ વખતમાં 192 પેસેન્જરો મુસાફરી કરી શકશે
**
*ખેડૂતો માટે CMની જાહેરાત*
કિસાન સહાય યોજનાના નિયમોમાં ફેરફાર કરવો હોય તો કરી શકાશે ગૃહમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગેની ટૂંકી મુદતનાં પ્રશ્ન દરમિયાન ચર્ચા થઈ હતી કોંગ્રેસના સવાલ પર મુખ્યમંત્રીએ યોજનામાં ફેરફાર કરવાની જાહેરાત કરી
**
*મહિલાઓ કરશે દેશની સુરક્ષા*
રાફેલ ઉડાડશે: નૌસેનાના યુદ્ધ જહાજ પર પહેલી વખત બે મહિલા અધિકારીની નિમણૂક
ભારતીય નૌસેનામાં પુરુષ અને મહિલા નૌસૈનિકો વચ્ચે કોઇ જાતનો ભેદભાવ ન રખાતો હોવાની વાત સાબિત કરવા માટે પહેલી વખત યુદ્ધ જહાજ પર બે મહિલા અધિકારીને તહેનાત કરવામાં આવી છે
**
*સ્કૂલ ફી ફિક્સ પગારના કેસોમાં સરકારે વકીલોને ૨.૩૫ કરોડ ફી ચૂકવી*
સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટમાં રાજ્ય સરકારનો પક્ષ રજૂ કરવાની ફી ફી નિયમનના કેસમાં ત્રણ વર્ષ દરમિયાન હાઇકોર્ટમાં સરકારી વકીલોને ૩૭ લાખ અને સુપ્રીમમાં ૧.૪૨ કરોડ ચૂકવાયા રાજ્ય સરકારે સ્કૂલ ફી તેમજ ફિક્સ પગારના કર્મચારીઓ મુદ્દે થયેલા કેસોમાં હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં સરકાર તરફે રજૂઆત કરવા માટે ગત વર્ષોમાં ૨.૩૫ કરોડ રૃપિયા વકીલોને ફી પેટે ચૂકવ્યા છે
**
*ધન્વંતરી રથના પૈડા થભ્યા ભાડુ ન મળતા વાહન ચાલકોમાં રોષ*
સુરતમાં બે મહિનાથી ભાડાનો એકપણ રૂપિયો અપાયો નથી વાહન ચાલકો.53 દિવસથી ભાડુ ન મળતા ધન્વંતરી રથના વાહનચાલકો રોષે ભરાયા ત્રણથી ચાર વાર રજૂઆત કરી ચૂક્યા છે પણ કોઈ ધ્યાન અપાયું નથી
**
*નિલાજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતા ત્રણના મોત*
સુરતના રાંદેરમાં નિલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો નીચે ભરનિંદરમાં સૂતેલા ત્રણના દબાઈ જવાથી મોત એપાર્ટમેન્ટ 9 મહિના પહેલા ખાલી કરાવ્યું હતું બિલ્ડિંગ નીચે બહાર શ્રમજીવીઓ સૂતા હતા
**
*રીયા 6 ઓક્ટોબર સુધી જેલમાં આજે અરજી પર થશે સુનાવણી*
મુંબઈ હાઈકોર્ટમાં ડ્રગ્સ મામલામાં ફસાયેલી અભિનેત્રી રીયા ચક્રવર્તીની જામીન અરજી કોર્ટે ફગાવી છે. અને તેને હજુ 6 ઓક્ટોમ્બર સુધી જેલમાં રહેવું પડશે ઉલ્લેખનીય છે કે રીયા અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીએ મુંબઈ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી
**
*મહારાષ્ટ્રમાં રાજકીય ઘર્ષણ વચ્ચે પવાર-ઉદ્ધવને ITની નોટિસ*
મુંબઈ સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે લડાઈ ચાલી રહી છે. આ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારને આવકવેરા વિભાગે નોટિસ પાઠવી છે. આ નોટિસ પાછલી ચૂંટણીમાં દેવામાં આવેલા એફિડેવિટને લઈને આપવામાં આવી છે.
**
*ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો અપાયો*
ગાંધીનગર: ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટી તરીકેનો દરજ્જો આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. આ માટેનું બિલ લોકસભામાં પસાર કરાયું હતું. આ યુનિવર્સિટી માટે કેન્દ્ર સરકાર ૧૦૦ ટકા ગ્રાન્ટ ફાળવશે અને યુનિવર્સિટીનું વડુ મથક ગાંધીનગર રહેશે.
**
*જૂનાગઢ: “આ ગાડી પ્રજાના પૈસે ફરે છે” તેવા સ્ટીકર લાગાવાયા*
શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગમાં પાર્ક કરાયેલી ગાડીઓ પર અચાનક જ એક સ્ટીકર જોવા મળ્યા હતા આ સ્ટીકરના કારણે કૂતુહલ સર્જાયું હતું. જો કે સ્ટીકર લગાવનારા લોકો પણ સ્થળ પર હાજર હતા પાલિકાને ધ્યાને વાત આવતા તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી અને માહોલ ગરમાયો
**
*શહેરોમાં જ નહીં ગામડાઓમાં પણ ચારેકોર દબાણ છે: નીતિન પટેલ*
*ગૃહમાં પક્ષ પલટુના નામ જાહેર થતા ગૃહમાં બુમ પડી આ તો વેચાયલો માલ છે*
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઇમરાન ખેડાવાલાએ કોરોનામાં નિષ્ફળ સરકાર પ્રજાને મારે દંડનો માર પ્રજા છે બેરોજગાર પોલીસ માટે દંડનો માર તેવા સૂત્રો સાથેના પોસ્ટર લઇને વિધાનસભા સંકુલમાં આવ્યા હતા
કોરોનાના સંક્રમણ વચ્ચે વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે ગૃહમાં ટૂંકી મુદતના પ્રશ્નો વખતે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે તડાપીટ જામી હતી.
ચોમાસામાં રસ્તાઓની બિસ્માર હાલતને લઇને વિપક્ષે સરકારને ઘેરવાની કોશિષ કરી હતી. તે વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાણે વિપક્ષને રાજકીય ભાથુ પુરૂ પાડયુ હતું
**
*વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક બરોડા ડેરીની ૫મી નવેમ્બરે ચૂંટણી જાહેર*
કોરોના દરમિયાન વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ.બરોડા ડેરીની ચૂંટણી તા.૫મી નવેમ્બરે જાહેર કરવામાં આવી છે.બરોડા ડેરીના વર્તમાન બોર્ડની ટર્મ આગામી ડિસેમ્બર મહિનામાં પૂરી થતી હોવાથી ડેરી દ્વારા થોડા સમય પહેલા જ મતદાર યાદી માટે ૧૨૦૦ મંડળીઓમાંથી ઠરાવો મંગાવવામાં આવ્યા હતા
**
*નાક મોઢાને આયોડીનથી સાફ કરો 15 સેકન્ડમાં કોરોના ખતમઃ રિસર્ચ*
નવી દિલ્લીઃ દુનિયાભરમાં કોરોના વાયરસથી સાડા નવ લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. કરોડો લોકો કોવિડ-19ના સંક્રમણના શિકાર થઈ ચૂક્યા છે. દુનિયાભરના વૈજ્ઞાનિક આનો ઈલાજ અને વેક્સીન શોધવામાં લાગેલા છે. એવામાં અમેરિકી વૈજ્ઞાનિકોએ આયોડીનથી કોરોના વાયરસને 15 સેકન્ડમાં ખતમ કરવાનો દાવો કર્યો છે.