ગરુડેશ્વર બજાર ફળીયામાંથી એલોપેથીક પ્રકટીશ કરતા બોગસ તબીબ ઝડપાયા
રાજપીપલા, તા.15
નર્મદાના ગરુડેશ્વર બજાર ફળીયામાંથી એલોપેથીક પ્રકટીશ કરતા બોગસ તબીબ ઝડપાયા છે. આ અંગે ગરુડેશ્વર પોલીસ મથકે નોંધાયા છે
જેમાં ફરીયાદીખુશબુબેન મનોજભાઈ મિશ્રા( ધંધો મેડીકલ પ્રેકટીસ રહે ગરૂડેશ્વર સરકારી દવાખાના ના ગરૂડેશ્વર) એ
આરોપી અશોકકુમાર મુસાફીર સિહ (રહે ગરૂડેશ્વર બજાર ફળીયા ગરૂડેશ્વર જી.નર્મદા મુળ રહે સલેમપુર તા.ઈસોલાપુર જી.છપરા બિહાર) સામે ફરિયાદ ગરુડેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ફરીયાદની વિગત અનુસાર આરોપી અશોકકુમાર મુસાફીર સિહ ગરૂડેશ્વર બજાર ફળીયામાં બોગસ દવાખાનું ચલાવી ગુજરાત મેડીકલ કાઉન્સીલનું મેડીકલ પ્રેકટીસ અંગે નું પ્રમાણપત્ર ન હોવા છતાં એલોપેથીક પ્રકટીશ કરતા ઝડપાયા હતા. તેઓ એલોપેથીક દવાઓ
ગોળીઓ ,ઈન્જકશનો, સીરપની બોટલો, પાઈન્ટની બોટલો ,નીડલો,સ્ટેથોસ્કોપ,બીપી ઈન્સ્ટમેન્ટ વિગેરે એલોપેથીક મેડીક્લ પ્રેકટીશ કરવા અંગેના સાધનો ,દવાઓ કિ.રૂ ર૬૧૪૯/-
૩૬ નો મેડીકલ પેકટીશ અંગેનો મુદ્દામાલ ગે.કા રીતે રાખી મેડીકલ ડિગ્રી કે સર્ટીફીકેટ વગર બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા તથા ઈજેકશન આપતા હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગે મેડીકલ પ્રેકટીશનર
એકટની કલમ ૩૦ ,૩૫ મુજબ ગુનો કરતા બોગસ તબીબ ને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા