ગમાંડવા માંડ્યો છું…
ગમાંડવા માંડ્યો છું તમને,એવું ખુદને જણાવવા માંડ્યો છું,
ઉપરથી લઈ નીચે સુધી,ખુદને સજાવવા માંડ્યો છું,
પેલા નહોતી પડી માથું ઓળવા કે કપડાં કશાની,
કોણ જાણે શી ખબર,બધી ખબર રાખવા માંડ્યો છું,
ગમાંડવા માંડ્યો છું તમને…
કહ્યું તે જ્યારથી કે બુટ પેરતાં હોય તો તમે,
હવે ચપ્પલથી જાણે વેર થઈ ગયું,
તારી એક એક વાત ને યાદ કરી,
બધી તારી વાત માનવા માંડ્યો છું,
ગમાંડવા માંડ્યો છું તમને…
જ્યારથી તમેં દૂર ગયા છો મારાથી,
ઘડીભર ચેન નથી પડતું યાર,
તારી જોડે વાત કરવા માટે,
ખુદથી વાત કરવા માંડ્યો છું,
ગમાંડવા માંડ્યો છું તમને…
એવું ખુદને જણાવવા માંડ્યો છું…
હેલીક…