ઝરીયા ચોકડી મેન રોડ પર એક્ટીવા સ્કુટર ચાલક પડી જતાં ગંભીર ઇજા થવાથી મોત થયું છે આ અંગે અકસ્માત મોત ગુનાની પોલીસ ફરિયાદ કેવડીયા પોલીસ મથકમાં નોંધાઈ છે.
જેમાં ફરિયાદ કિરીટભાઈ અમૃતભાઈ તડવી (રહે,ઝરિયા) એ આરોપી સુખદેવભાઈ અંબાલાલભાઈ તડવી (રહે, ઝરીયા)સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી સુખદેવભાઈ પોતાના કબજાના એકટીવા ગાડી નંબર જીજે 22 એમ 3971 ફુલ સ્પીડે અને ગફલતભરી રીતે હંકારતા હતા. ત્યારે રોડ ઉપર વરસાદનું પાણી વહેતું હોય, ત્યાં અચાનક બ્રેક મારતા એકટીવા ગાડીનો કાબુ ગુમાવી દેતા રોડ ઉપર નીચે પડી ગયેલ.જેમાં તેમના મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સમાં ગરુડેશ્વર સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા, ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરેલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા