નવી દિલ્હી, તા. 12. ફેબ્રુઆરી 2020 બુધવાર
દિલ્હીમાં ચકચારી નિર્ભયા કાંડ બાદ નિર્ભયાના નામ પર તેના પૈતૃક ગામ યુપીના બલિયામાં એક હોસ્પિટલ બનાવવામાં આવી છે.
આ હોસ્પિટલમાં ડોક્ટરની નિમણૂંકની માંગણી સાથે ધરણા પર બેઠેલા નિર્ભયાના પરિવારજનો સાથે બલિયાના ચીફ મેડિકલ ઓફિસરે ગેરવર્તણૂંક કરી હોવાનો આક્ષેપ થયો છે.
પરિવારજનોના કહેવા પ્રમાણે ચીફ મેડિકલ ઓફિસરે કહ્યુ હતુ કે, કોઈએ આ ગામમાંથી ડોક્ટર બન્યુ નથી અને અહીંના લોકોને ડોક્ટર જોઈએ છે.પહેલા કોઈ મેડિકલનો અભ્યાસ કરે અને પછી આ હોસ્પિટલમાં ડોક્ટર નબી જાય.અમે ક્યાંથી ડોક્ટર લાવીએ..જેટલી પોસ્ટ છે તેટલા ડોક્ટર છે જ નહી
પરિવારનો આક્ષેપ હતો કે, ચીફ મેડિકલ ઓફિસરે તો ત્યાં સુધી કહ્યુ હતુ કે, જેમણે હોસ્પિટલ બનાવી છે તેમની પાસે જ ડોક્ટરની માંગણી કરવા જાઓ.નિર્ભયા કોણ છે, જો તે ડોક્ટરીનો અભ્યાસ કરી રહી હતી તો દિલ્હી કેમ ગઈ.
ઉલ્લેખનીય છે કે, નિર્ભયાનુ સપનુ ડોક્ટર બન્યા બાદ ગામમાં હોસ્પિટલ બનાવવાનુ હતુ.જોકે તેના મોત બાદ સરકારે તેની યાદમાં હોસ્પિટલ અડધુ પડધુ બનાવી તો દીધુ છે પણ ડોક્ટર અને નર્સની હજી નિમણૂંક થઈ નથી.
Sureshvadher only news group