કીમ ખાતે 6 દાયકાના શાસનમાં કોંગ્રેસે કરેલા કામોનું યોજાયું પ્રદર્શન

છેલ્લા 6 દાયકાના શાસનમાં કોંગ્રેસ દ્વારા જે પણ વિકાસના કામો થયા તેનું સુરતના કીમ ખાતે ભારત નિર્માણ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ શાળાના વિદ્યાર્થીઓને કોંગ્રેસ નેતા વિશે માહિતી આપી હતી. જેમા તેમણે વિકાસના કામોના ચિત્રો બાળકો તેમજ કોગ્રેસ નેતાઓ સમક્ષ મુક્યા હતા અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ કોગ્રેસના કરેલા વિકાસના કામો ગણવા બેસસે તો થાકી જશે. તેટલા વિકાસના કામો કોંગ્રેસ દ્વારા કરવામા આવ્યા છે.