*175મી વાર રક્તદાન કરી ઐતિહાસિક ક્ષણના ભાગીદાર બનતા ડોકટર હેમંત સરૈયા*
અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં તબીબી સેવા અને પરોપકારના ક્ષેત્રે એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ જાહેરાત કરાઈ.
ડૉ. હેમંત સરૈયા, જેઓ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) માં છેલ્લા 20 વર્ષથી કન્સલ્ટન્ટ પ્લાસ્ટિક સર્જન તરીકે કામ કરી રહ્યા છે. તેમનું 175મું રક્તદાન કર્યું આ ઐતિહાસિક ક્ષણની ડો. હેમંત સરૈયાનું નિયમિત રક્તદાન માટેનું સમર્પણ નિઃસ્વાર્થતા અને કરુણાની ભાવના દર્શાવે છે જે તબીબી વ્યવસાય માટે અભિન્ન છે. તેમનું યોગદાન માત્ર દર્દીની સંભાળમાં નિમિત્ત બન્યું છે પરંતુ સમુદાયના અન્ય લોકો માટે પણ પ્રશંસનીય ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
આ પ્રસંગે ડો. શશાંક પંડયા ડાયરેકટર GCRI દ્વારા જણાવાયું હતું કે મને જણાવતા આનંદ થાય છે કે અમારી સંસ્થામાં છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે જેઓ કેન્સરના દર્દીઓને જે સર્જરી કર્યા બાદ પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે જેનો બહાર ખર્ચ 5 થી 10 લાખનો આવે છે તેઓ વિનામૂલ્યે કરી આપે છે. આ ઉપરાંત દર્દીને વધુ મદદરૂપ થઈ શકે તે માટે બ્લડ ડોનેશન પણ કરે છે. વર્ષે 50 હજાર યુનિટ બ્લડની જરૂર પડતી હોય છે અહીં ગુજરાત બહારથી દૂરથી પણ દર્દીઓ આવતા હોય છે ત્યારે આવા સમયમાં તેમના સગાઓનું લોહી મેળવવું મુશ્કેલ બનતું હોય છે ત્યારે અમારા આવા ડૉ. હેમંત સરૈયા, જેવા ડોનર્સ હોય છે જેઓ આવા સમયે દર્દીને બચવવા સદૈવ અગ્રેસર જોવા મળે છે અને તાત્કાલિક રક્તદાન કરે છે જે દર્દીનો જીવ બચાવવામાં અતિ મહત્વનો ફાળો આપે છે
તો બીજી તરફ ડૉ. હેમંત સરૈયાએ જણાવ્યું હતું કે હું ભગવાનનો આભારી છું કે મને 175 મી વખત રક્તદાન કરવાનો અવસર આપ્યો છે હું સંસ્થા અને ડૉ શશાંક ભાઈનો આભાર માનું છું કે મને તેઓ દ્વારા સતત પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે. મારા નાનો ભાઈ તેઓ ભારતમાં હતા ત્યારે 50 વખત, મારી ધર્મપત્નીએ 20 વખત અને મારો પુત્ર જ્યારે તે 18 વર્ષનો થયો તે પણ ભારતમાં 20 વખત રક્તદાન કરી ચુક્યો છે અને જ્યારે ભારત આવશે ત્યારે પણ રક્તદાન કરતો રહેશે..અને હું પણ જ્યાં સુધી થશે ત્યાં સુધી રક્તદાન કરતો રહીશ.