કુબેર ભંડારી મન્દિર ના કપાટઅષાઢી અમાસ દીવાસાના દિવસે ભક્તોના દર્શન માટેફરીથી ખુલશે..

વિશ્વ પ્રસિદ્ધ કુબેર ભંડારી મન્દિર ના કપાટઅષાઢી અમાસ દીવાસાના દિવસે ભક્તોના દર્શન માટેફરીથી ખુલશે..

સરકારની પરવાનગી મળતાં ભક્તોમાં આનંદની લાગણી.

સરકારની ગાઈડ લાઈન મુજબ ફરજીયાત માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ સાથે દર્શન સવારે 6થી રાતે 8સુઘી દર્શન કરી શકશે

રાજપીપલા, તા 8



વિશ્વ પ્રસિદ્ધ કુબેર ભંડારી મન્દિરના ભક્તો માટે ખુશીના સમાચાર છે કે સરકારે અમાસના દર્શનની છૂટ આપી છે. સરકારની ગાઇડ લાઇન અને કુબેર ટ્રસ્ટ ના નિયમો મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક સાથે દર્શન કરવા આવી શકશે.

ટ્રસ્ટ ના ટ્રસ્ટી રજનીકુમાર પંડ્યાએ જણાવ્યું હતું કે ટ્રસ્ટે બનાવેલી નવી વ્યવસ્થામાથી જ દરેક ભક્તોએ ફરજીયાત પસાર થવાનું રહેશે.મંદિરમાં કોઈ પણ વસ્તુ દૂધ પ્રસાદ કે કોઈ પણ ચઢાવી શકાશે નહીં. તો માત્ર દર્શન જ કરી શકશે મંદિર ખોલવાનો સમય સવારે છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. જેની તમામ ભક્તોને નોંધ લેવા જણાવાયું છે.આ વખતે અમાસ નો ભંડારો પણ બંધ રાખવામાં આવેલ છે. આ વખતે આ માસના દિવસે પણ ફક્ત દર્શન માટે જ ખોલવામાં આવેલ છે જેની ભક્તોએ ખાસ નોંધ લેવી. કોરોના ગયો નથી તેથી સૌ ભક્તોએ કોવીડ ગાઈડ લાઈનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ અમાસને દિવસે દિવાસો છે. દિવસોએ તહેવારોનો રાજા ગણાય છે.
તેથી આ અમાસનું ભક્તોના દર્શન માટે વિશેષ મહત્વ છે. મોડી રાત્રે કોઈ દર્શન કરવા આવવું નહીં. કારણ કે ઘણી મોટી સીટોમાંથી કર્ફ્યુહજી હટ્યો નથી.તેથી ભક્તો સમયસર ઘરે પહોંચી શકે તે માટે રાત્રે 8:00 સુધી જ ભક્તો દર્શન કરી શકશે

તસવીર જ્યોતિ જગતાપ, રાજપીપલા