રાજપીપળા નજીક મોવી ચોકડી પાસેથી 16ભેંસો ભરેલી ટ્રક ઝડપી પાડતી રાજપીપળા પોલીસ.

રાજપીપળા નજીક મોવી ચોકડી પાસેથી 16ભેંસો ભરેલી ટ્રક ઝડપી પાડતી રાજપીપળા પોલીસ.
પશુઓની હેરાફેરી આરટીઓના પાસ પરમીટ વગર વાહન ટ્રક સાથે રૂ.10,00,000 તથા ભેંસો નંગ -16 કિં. રૂ. 6,40,000 અંગજડતી માં મળેલા મોબાઈલ નં. 3 કિં. રૂ. 10500 મળી કુલ કિં. રૂ.1650500 /- ના મુદ્દામાલ ઝડપાયો.
પશુઘાતકી પાનાની કલમ સાથે ગુનો નોંધી ત્રણ આરોપીઓની અટકાયત.
રાજપીપળા, તા.13
નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર મૂંગા પશુઓની અવરજવર ઉપર પોલીસ બાજ નજર રાખતા રાજપીપળા નજીક મોવી ચોકડી પાસેથી 16 ભેંસો ભરેલી ટ્રક ઝડપી પાડી રાજપીપળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. કે.પાઠકએ આરોપીઓ અલ્તાફરાજા ગુલમહંમદ શેખ (રહે, સેલંબા ), હસન અકબર સિંધી (રહે,વલાડ, તા. કરજણ જી.વડોદરા )તોસીફ ઉર્ફે જુબેર કલીમભાઈ ફકરી (રહે,સેલંબા જમાદાર ફળિયું ) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત અનુસાર પીએસઆઇ કે પાઠક રાત્રી પેટ્રોલીંગ માં હતા તે સમયે મુવી ચોકડી પાસેથી પસાર થતી ટ્રક નંબર જીજે 24 વી 1244 પસંદ કરતા પીએસઆઇ પાઠકે તેને અટકાવી તપાસ કરતા તેમાં ખીચોખીચ હાલતમાં 16 ભેંસો ભરેલી હતી. આ બાબતે ટ્રકના ચાલક અલ્તાફરાજા ગુલમહંમદ શેખ,તોસીફ ઉર્ફે જુબેર કલીમભાઈ ફકરી બંને (રહે, સેલંબા ) તેમજ હસન અકબર સિંધી (રહે,વલાડ, તા. કરજણ જી.વડોદરા ) મેં ભેસો ક્યાં લઈ જાઓ છો આ બાબતે પૂછપરછ કરતાં પાસ પરમીટ પણ ન હોય અને સંતોષકારક જવાબ ન આપતા પીએસઆઇ પાઠકે અને તેમની ટીમે તપાસ કરતા તેમાં માટે ઘાસચારા તથા પાણીની સગવડ નહીં રાખી અને તાડપત્રી થી ઢાંકી હવા ઉજાસની સગવડ નહીં રાખી ટૂંકા દોરડાથી ચુસ્ત રીતે બાંધી પશુઓની હેરાફેરીનો આરટીઓના પાસ પરમીટ વગરનો વાહન ટ્રક સાથે રૂ .10,00,000 તથા ભેંસો નંગ -16 કિં. રૂ. 6,40,000 અંગજડતી માં મળેલા મોબાઈલ નં. 3 કિં. રૂ. 10500 મળી કુલ કિં. રૂ.1650500 /- ના મુદ્દામાલ સાથે ત્રણેય ઇસમો અને ઝડપી તેમની વિરુદ્ધ પશુઘાતકી પણાની એક્ટ 1960 ની કલમ 11 (ડી) (ઈ )(એચ ) તથા ગુજરાતના પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 ની કલમ 6(એ )6 (બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા