બોરિદ્રાના શિક્ષક દ્વારા એક અનોખી હરતી ફરતી ફળિયા શાળા.

બોરિદ્રાના શિક્ષક દ્વારા એક અનોખી હરતી ફરતી ફળિયા શાળા.
શાળા બંધ છે પણ શિક્ષણ નહીં ના બોર્ડ સાથે જ સ્કૂટર પર શિક્ષણના સામાન સાથે ઘરે ઘરે જઈને બાળકોને શિક્ષણ આપતા અનિલ મકવાણા.
બાળકોના શિક્ષણ માટે અનુકૂળ નવતર પ્રયોગ.. પ્રવૃત્તિ દ્વારા સજા કર શિક્ષણ.
ફળિયે ફળિયે બેલ વગાડી પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અપાય છે.
રાજપીપળા,તા. 13
શાળા બંધ છે શિક્ષણ નહિ ના બોર્ડ સાથે સ્કુટર પર શિક્ષણના સામાન સાથે ઘરે ઘરે જઈને બાળકોને શિક્ષણ આપતા અનિલ મકવાણા નર્મદા જિલ્લા માટે આદર્શ શિક્ષક સાચા અર્થમાં પુરવાર થયા છે. રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા એવા પુંધરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણા એ કોરોના કાળમાં છેલ્લા 9 માસમાં બાળકોના શિક્ષણની ચિંતા કરી છે. બોડીદ્રા ના આ શિક્ષક દ્વારા નર્મદામાં અનોખી હરતી-ફરતી ફળિયા શાળા શરૂ કરી પોતાના સ્કૂટર પર શિક્ષણના સામાન સાથે ઘરે ઘરે જઈને બાળકોને બેલ વગાડી ને શિક્ષણ આપતા અનિલ મકવાણાનો બાળકોના શિક્ષણ માટે નો અનોખો પ્રવૃત્તિ દ્વારા સજાગ શિક્ષણનો નવતર પ્રયોગ વહેલી વિદ્યાર્થીઓમાં આવકારદાયક બન્યો છે.
શિક્ષક અનિલભાઈ મકવાણા ઘણા સમય થી અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શિક્ષણ કરાવે છે. તેમણે બોરિદ્રા ગામમા એક અનોખો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. પ્રવૃત્તિ દ્વારા સજાગ શિક્ષણ જેમાં પોતાની ટીવીએસ વીગો ટુવ્હીલર ગાડી ફળિયે ફળિયે લઈને જાય છે.
જુદા જુદા પ્રકારના શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરી ને બાળકોને ભણાવે છે. તેમજ આજે સ્વામી વિવેકાનંદ યુવા દિવસનો ખ્યાલ આપવામાં આવ્યો હતો. બાળકોને ભણાવામા મજા પડે તે માટે
જુદા જુદા પપેટ્સ, મોહરા અને જુદા જુદા પ્રકારના ટી.એલ .એમ દ્વારા સજાગ શિક્ષણ યજ્ઞ રૂપે ભણાવું છું. બાળકોની જ્ઞાન સાથે ગમ્મત મળે છે શાળાઓ બંધ હોવા છતાં બાળકોનું શિક્ષણ બગાડ્યું નથી ઘરે ઘરે જઈને કોવીડ 19 અને ગાઇડલાઇન પ્રમાણે માસ્ક પહેરીને સોલ્યુશન સાથે શિક્ષણ અપાઈ રહ્યું છે જેને ગામલોકોએ સલાહભર્યું છે.

રિપોર્ટ :જયોતિ જગતાપ,રાજપીપળા