રાજપીપળા શહેર ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે બાઈક રેલી નીકળી
ભાજપ નાં કાર્યકરો આગેવાનો રેલી મા જોડાયા
રાજપીપળા,તા 12
રાજપીપળા ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમા મોટી સંખ્યા મા ભાજપી કાર્યકરો સ્કૂટર રેલી મા જોડાયા હતા. જેમા જિલ્લા મહામંત્રી નીલભાઈ રાવ, જિલ્લા ઉપપ્રમુખ પ્રમુખ અનિરૂધ્ધસિંહ ગોહિલ, શહેર ઉપ પ્રમુખ રમણસિંહ રાઠોડ, શહેર મહામંત્રી અજીતભાઇ પરીખ તથા રાજેન્દ્રભાઈ પટેલ, રાજપીપળા શહેર ના કોર્પોરેટર મહિલા મોરચા બહેનો, યુવા મોરચા ના હોદ્દેદારો અને મોરચાનાં
કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.
આજે સ્વામી વિવેકાનંદજીનો જન્મ દિવસ અનેરાષ્ટ્રીય યુવા દિવસ હોવાથી સાંસદ મનસુખભાઈ વસાવા સહિત નર્મદા ભાજપાનાં કાર્યકરોએસ્વામી વિવેકાનંદજીને પુસ્પાંજલિ અર્પી હતી.
વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને સ્થાપિત કરનારા, કરોડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજી ની જન્મજયંતિ સૌએ તેમના કર્યો ને યાદ કર્યાં હતા
તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા