નર્મદામાથી માદક પદાર્થ 1.5 કિલો ગાંજો પકડાયો
એસ.ઓ.જી. નર્મદા તથા દેડીયાપાડા પોલીસનુ સંયુક્ત ઓપરેશન
ગુનામા સંડોવાયેલ બે મોબાઇલ અને મોટરસાયકલ કબજે લેવાઈ
બે ઈસમો ની ધરપકડ
કાકરપાડા પાસે સાગબારા થી દેડીયાપાડા રોડપર મોટર સાયકલ પર ગાંજો લઈ જતા ઝડપાયા
રાજપીપલા , તા 22
નર્મદા જિલ્લાના કાકરપાડા પાસે સાગબારા થી દેડીયાપાડા રોડપર
મોટરસાયકલ પર ગાંજા ની હેરાફેરી કરતા બે ઈસમો પાસેથી પદાર્થ 1.5 કિલો માદક પદાર્થ ગાંજો ઝડપી પાડ્યો છે .જેમા ગુનામા સંડોવાયેલ બે મોબાઇલ અને મોટરસાયકલ કબજે લઈ બે ઈસમો ની ધરપકડ કરી એસ.ઓ.જી. નર્મદા તથા દેડીયાપાડા પોલીસનુ સંયુક્ત ઓપરેશન પાર પાડયુ છે
નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ
કે.ડી.જાટ એસ.ઓ.જી.પીઆઈ નર્મદા તથા પીએસઆઈ
એ.આર.ડામોર દેડીયાપાડા તથા એસ.ઓ.જી. નર્મદા તથા દેડીયાપાડા સ્ટાફના માણસો કાકરપાડા
ગામની સીમમાંથી પસાર થતાસાગબારા થી દેડીયાપાડા જવાના રોડ ઉપર સંયુક્ત વાહન ચેકીંગકરતા હતા તે દરમ્યાન દરમ્યાન એક હોન્ડા યુનીકોન મો.સા.નં.
GJ-26-M-0441 ઉપરથી (૧) નૌસાદ કાસમ ખાટીક (૨) ઝુબેર ન્યાઝુ પઠાણ (બન્ને રહે. અક્કલકુવા તા.અક્કલકુવા
જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)) ને માદક પદાર્થ ગાંજો ૧ કિલો ૫૦૦ ગ્રામ કિં.રૂ.૧૫,૭૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૪૦૦૦/-
તથા મો.સા. નંગ-૧ કિં.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૩૯,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલછે દેડીયાપાડા પોલીસ મથકમાં માં એનડીપીએસ
એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા